બબાલ વાઇરલ:મુન્દ્રાના ભુજપુરમાં સરકારી બેંકના મેનેજરને ગુજરાતી ના આવડતા લોકોએ માર મર્યાની ઘટના CCTV માં કેદ થઈ

કચ્છ (ભુજ )9 દિવસ પહેલા
  • બેન્ક મેનેજર દ્વારા જિલ્લા બેન્ક અધિકારીને લેખિત રજુઆત કરાઈ

મુન્દ્રા તાલુકાના ભુજપુર ગામની બેન્ક ઓફ બોરોડાની શાખામાં ગુજરાતી ના આવડતું હોવાથી ગામના અમુક લોકોએ મેનેજર અને બેન્ક કર્મીઓ સાથે મારપીટ કરી હોવાની ઘટના હાલ પ્રકાશમાં આવી છે. ગત તા. 3ના રોજ સરકારી બેંકમાં થયેલી આ બબલનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. જેમાં બેન્ક અંદર અમુક લોકો બેન્ક કર્મચારીઓ સાથે ગેર વર્તન કરતા નજરે પડી રહ્યા છે. આ ઘટનાની ભયભીત થયેલા બેન્ક મેનેજરે જિલ્લા બેંકની શાખામાં નામજોગ લેખિત ફરિયાદ પણ કરી છે. જેના કારણે આ મામલો હાલ કચ્છમાં ચર્ચાનો વિષય બની છે.

ભાષાનું કારણ આપી માથાકૂટ કરી
મુન્દ્રા તાલુકાના ભુજપુર ખાતેની બેન્ક ઓફ બરોડાની શાખામાં કામના કલાકો દરમ્યાન અમુક લોકોએ ભાષાનું કારણ આપી સરકારી બેંકના મેનેજર સાથે મારકુટ સહિતનું ગેરવર્તન કર્યું હતું, જેના CCTV ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. આ બેંકના મેનેજર દ્વારા જિલ્લા ખાતેની બેન્કમાં ભુજપુરના અમુક લોકોના નમજોગ ફરિયાદ કરી છે.

3 થી 4 કલાક સુધી બેન્ક કામગીરી ખોરવી મૂકી
ફરિયાદમાં જણાવ્યા અનુસાર આ લોકો દ્વારા બેંકમાં ગુજરાતી અને કચ્છી ભાષા આવડતી હોય એવાજ લોકોને કામ પર રાખવાની વાત કરી હતી. અને બેન્ક વ્યવહાર માટેની સ્લીપ પણ બેન્ક કર્મચારીઓ દ્વારા ગ્રાહકોને ભરી આપવા સહિતના હુકમ સાથે બેંકનો ઘેરાવ કરી 3 થી 4 કલાક સુધી બેન્ક કામગીરી ખોરવી મૂકી હતી. જેના કારણે હવે બેંકનો સ્ટાફ ભય અનુભવી રહ્યો છે. જેના તાકીદે ઉકેલ લાવવાની માગ પત્રમાં કરાઈ હતી. બેંકમાં મારકુતની આ ઘટના હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ બની છે.

અન્ય સમાચારો પણ છે...