• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Bhujodi Railway Overbridge Breaks Structural Joints For Second Time, Collapses; The Engineer Says The Temperature Is The Cause!

કામગીરી સામે સવાલ:ભુજોડી રેલવે ઓવરબ્રિજમાં સ્ટ્રકચરલ જોઇન્ટ બીજી વખત તૂટ્યા અને તીરાડો પડી, ઇજનેર કહે છે તાપમાન કારણભૂત!

ભુજ25 દિવસ પહેલાલેખક: રોનક ગજ્જર
  • કૉપી લિંક
ત્રણ મહિનામાં બે વખત સ્ટ્રકચરલ જોઇન્ટ તૂટતાં ફરી ચાલતું સમારકામ. - Divya Bhaskar
ત્રણ મહિનામાં બે વખત સ્ટ્રકચરલ જોઇન્ટ તૂટતાં ફરી ચાલતું સમારકામ.
  • રાજ્યમાં પેરામેશ વોલથી બનેલા સૌથી લાંબા અને ઊંચા પુલની હાલત અત્યારથી જ ખરાબ
  • દાયકા સુધી કામ ચાલ્યું, બ્રિજના લોકાપર્ણથી જિલ્લાના 7 લાખથી વધુ લોકોને લાભ થશે તેવું સરકારે કહ્યું હતું,પરંતુ ફરી મુશ્કેલી

ભુજોડી મઘ્યે ત્રણ મહિના પહેલાં જ ૧.૫ કિ.મી લંબાઇના ચારમાર્ગીય રેલવે ઓવરબ્રિજ રાજ્યમાં અદ્યતન ટેકનોલોજીયુક્ત પેરામેશ વોલથી બનેલો સૌથી લાંબો અને ઊંચો રેલવે ઓવરબ્રિજ લોકાર્પીત કરાયો.ત્રણ મહિનામાં બે વખત સ્ટ્રકચરલ જોઇન્ટ તૂટતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો કે બ્રિજ સુરક્ષિત હોવાનો નિગમ દ્વારા દાવો કરાયો છે. શુક્રવારે સમારકામ કરાયું હતું. દાયકા બાદ બનેલા બ્રિજના લોકાપર્ણથી જિલ્લાના ૭ લાખથી વધુ લોકોને લાભ થશે તેવું સરકારે કહ્યું હતું,પરંતુ હાલ દરરોજ લોકો ફરી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

રોડ વીથમાં જ્યાં આરસીસી કામ કરાયું હતું ત્યાં પડેલી મસમોટી તીરાડો નજરે પડે છે.
રોડ વીથમાં જ્યાં આરસીસી કામ કરાયું હતું ત્યાં પડેલી મસમોટી તીરાડો નજરે પડે છે.

હાલમાં જે જોઇન્ટ તૂટ્યા છે તેમાં નબળું વેલ્ડિંગ કારણભૂત
બે વખત સર્જાયેલી ખામી મુદ્દે GSRDCના ઇન્ચાર્જ નાયબ ઇજનેર ઇમ્તિયાઝ ખાને ભાસ્કરથી વાત કરતા જણાવ્યું હતું કે, ગેબિયોન વોલમાં પાણી ન ઉતરે એ માટે રસ્તાની સાઈડમાં કોંક્રિટ કરવામાં આવી છે.પોલ નાખ્યા બાદ આ કોંક્રિટ કરાઈ છે. પરંતુ તાપમાન વધી જતા તેમાં ક્રેક પડી છે ખરેખર આ એક અચરજ પમાડે તેવું ઇજનેરનું કારણ છે. નાયબ ઇજનેર ખાને આ બ્રીજના સ્ટ્રકચર જોઇન્ટ તૂટતાં જે વિડિયો વાયરલ થયા હતા તે મુદ્દે કહ્યું કે,હાલમાં જે જોઇન્ટ તૂટ્યા છે તેમાં નબળું વેલ્ડિંગ કારણભૂત છે અને અન્ય જોઇન્ટ મજબૂત છે.

રસ્તો ચાલુ કરી દેવાતા આ કામ નબળું સાબિત થયું હોવાનું
​​​​​​​
VKTRL ના પેટા કોન્ટ્રાકટર અજય પ્રોટેક દ્વારા આ નબળું કામ કરાયું હતું તેમ ઇજનેરે ઉમેર્યું હતું.ગત વખતે સમારકામ થયાના રાત્રે જ સ્થાનિકોએ રસ્તો અને અવરજવર ચાલુ કરી દેવાતા આ કામ નબળું સાબિત થયું હોવાનું પણ તેમણે કારણ આપ્યું હતું.ગેબીયોન વોલના પથ્થરો સાઈડમાં વધુ દેખાતા તેમણે સ્ટ્રકચરનું સેટલમેન્ટ ગણાવ્યું હતું અને જોખમી ન હોવાનો દાવો કર્યો હતો.

ભુજોડી ઓવરબ્રિજ 50 વર્ષ સુધી એકદમ સુરક્ષિત : MD,GSRDC
પ્રોજેક્ટ પૂર્ણ કરનાર ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમના મેનેજિંગ ડાયરેકટર એ. કે. પટેલે ભાસ્કરને જણાવ્યું કે,ભુજોડી ઓવરબ્રિજ 50 વર્ષ સુધી એકદમ સુરક્ષિત છે. ચિંતાનો કોઈજ વિષય નથી. સામાન્ય સમસ્યાઓ જલ્દી જ દૂર કરવામાં આવશે.

કાર્ય. ઈજનેર બેફિકર, જવાબ આપવા સમય નથી
ભુજોડી ઓવરબ્રિજ શરૂઆતી કાળથી જ વિવાદમાં રહ્યો છે. નબળી કામગીરી સામે આવતા પ્રોજેક્ટના હાલના કાર્યપાલક ઇજનેર એમ.એચ મહેતા શુક્રવારે ભુજોડી ઓવરબ્રિજ નિરિક્ષણ કરવા આવ્યા હતાં. સતત આ પ્રકારે ખામીઓ સામે આવતા જવાબદાર અધિકારીએ મીડિયાને જવાબ આપવાનું પણ ટાળ્યું હતું.મૌન સેવ્યું હતું.

ભૂકંપપ્રૂફ બ્રિજ ત્રણ મહિનામાં ખખડી ગયો
ભૂકંપપ્રૂફ બ્રિજ લોકાર્પણના ત્રણ મહિનામાં જ ખખડી ગયો? વાહનના ન જીરવાય તો આફ્ટરશોક કેમ જીરવશે ? સહીતના રમૂજ સાથે આક્ષેપ સોશ્યલ મીડિયામાં નાગરીકો દ્વારા કરાયા હતા.

કોન્ટ્રાકટર, સતાધીશોએ કર્યો ભ્રષ્ટાચાર : કોંગ્રેસ
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે,અઘિકારીઓ, કોન્ટ્રાકટર અને સતાધીશોએ આ બ્રિજમા ભ્રષ્ટાચાર કર્યો છે.દસ વર્ષે બનેલો બ્રિજ વારંવાર બંધ કરવા પાછળ નબળું કામ કારણ છે.નબળી ગુણવત્તાથી લોકોની અને જાન માલની સલામતી જોખમાઈ હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.

ભુજોડી ઓવરબ્રિજ બંધ હોતા ટ્રેઈલરને અકસ્માત નડ્યો, કેબિનના ભાગનો બુકડો બોલી ગયો
ભુજોડી ઓવરબ્રિજ બંધ હોતા આગળ જતાં વાહને બ્રેક મારતા પાછળ આવી રહેલા ટ્રેઈલરને અકસ્માત નડ્યો હતો,જેમાં કેબિનના ભાગનો બુકડો બોલી ગયો હતો. ચાલકને ઈજાઓ પહોંચી હતી. ઓવરબ્રિજ ચડતા જ બેરીકેશન મૂકાયા છે પણ આગળ ક્યાંય રસ્તો બંધ છે તેવું સૂચક બોર્ડ ન મૂકાતા આ અકસ્માત સર્જાયો હતો.

અન્ય સમાચારો પણ છે...