ભ્રષ્ટાચારની પોલ ખુલી:ભુજોડી ઓવરબ્રિજ ફરી એકતરફી બંધ કરાયો

લાખોંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભુજોડી ઓવરબ્રિજમાં ખામીઓ વિડિયો અને મીડિયા અહેવાલથી સામે આવતા ગુરુવારે તેને ફરી એકતરફી બંધ કરાયો હતો. પશ્ચિમ ક્ચ્છ જિલ્લા પોલીસના બેરિકેશન મૂકી બંધ કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય બાબત છે કે, ભચાઉ તરફ જતો રસ્તો બંધ કરાયો હતો. અહી સળિયા દેખાવા લાગ્યા હતા અને સિમેન્ટ નીકળી ગયો છે અને દ્વિચક્રી વાહનોને અક્સ્માત પણ નડ્યા હતાં.આ બ્રિજમાં નબળી ગુણવતા અને ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ છે.

ભાજપ સરકારના ભ્રષ્ટાચારનું પ્રતિક પુલ : વિપક્ષ
જિલ્લા પંચાયતા પૂર્વ વિપક્ષી નેતા વી.કે. હુંબલે જણાવ્યું હતું કે, એક દાયકો અને 12 કોન્ટ્રાકટર બદલ્યા બાદ ઉદ્ઘાટનના 3 મહિના પણ અા પુલ ટકી શક્યો નથી. અને પુલમાંથી સળિયાઓ બહાર આવવા લાગ્યા છે. તેઅોઅે ઉદ્ઘાટન પહેલા જ નબળા કામની ચેતવણી અાપી હતી. જે સાચી દેખાઈ આવી છે. માત્ર ૩ મહિનાની અંદર જ આ પુલ જર્જરિત થવા લાગ્યો છે. અને વાઈરલ થયેલા વિડીયોમાં પુલમાં રહેલી પોલાણ સ્પષ્ટ દેખાઈ આવે છે. આ અંગે કોંગ્રેસ દ્વારા ગુજરાત રાજ્યના લોકાયુક્તમાં ફરિયાદ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...