અસુવિધા:ભુજની જી.કે. જનરલ સરકારી હોસ્પિટલમાં પ્રસુતાઓની સારવાર માટેની યોજના બંધ કરાયાની રાવ

કચ્છ (ભુજ )એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી બાદ હવે ભુજની સરકારી હોસ્પિટલમાં પણ JSSK યોજના બંધ થતાં પ્રસુતાઓને આર્થિક ખર્ચ વેઠવો પડશે-અગ્રણી

જિલ્લા મથક ભુજ ખાતે આવેલી અદાણી સંચાલિત જીકે જનરલ સરકારી હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાઓના ઈલાજ માટે લાગુ થયેલી જનની સેતુ સુરક્ષા કાર્યક્રમ છેલ્લા દસ દિવસથી બંધ કરી દેવામાં આવતા પ્રસૂતા મહિલાઓને આર્થિક ખર્ચ ભોગવવો પડી રહ્યાની લેખિત ફરિયાદ પ્રદેશ કોંગેસ મંત્રી રફીક મારાએ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ કરી છે. ઉપરાંત ધાત્રી અને પ્રસૂતા મહિલાઓ માટે સેવારત ખિલખિલાટની 4 માંથી 3 એમ્બ્યુલન્સ પણ બંધ હાલતમાં રહેતા હોસ્પિટલમાં આવન જાવનનો વધારાનો ખર્ચ પણ સહન કરવો પડી રહ્યો છે. તેથી જિલ્લાભરમાંથી પ્રસુતિ કરાવવા આવતી ગરીબ મહિલા વર્ગને સરકારની JSSK સેવાનો લાભ મળી રહે એવી માગ કરાઈ હતી.

યોજના ફરી અમલી બનાવાય તેવી માંગ કરવામાં આવી હતી
જિલ્લા તંત્ર સમક્ષ કરાયેલી લેખિત માગ અનુસાર અદાણી સંચાલિત જીકે જનરલ સરકારી હોસ્પિટલમાં પ્રસુતિ માટે આવતી ગર્ભવતી મહિલાઓમાં અનેકની સિઝર ડિલિવરી થતી હોય છે. એ સમયે ગાયનેક સાથે અન્ય તબીબોની સારવારની જરૂરત ઉભી થતી હોય છે. જે જિલ્લા કક્ષાની જીકે સરકારી હોસ્પિટલમાં મળી રહે છે. પરંતુ હવે JSSK યોજના બંધ થઈ જતા. મહિલાઓને પ્રસુતિ બાદ લેવી પડતી તમામ સારવારનો ખર્ચ ચૂકવવો પડી રહ્યો છે. જોકે આ સેવા અન્ય CHC અને PHC ખાતે ઉપલબ્ધ છે. જ્યારે જીકે સરકારી હોસ્પિટલમાં બંધ કરી દેવામાં આવી હોવાનો આક્ષેપ અરજીમાં કરાયો છે. આ પ્રશ્ને યોગ્ય નિવારણ લાવી પૂર્વેની યોજના ફરી અમલી બનાવાય તેવી માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...