આવેદન:ભુજીયાની ઝુંપડપટ્ટીના મજુરોએ ખસી જવા 1 મહિનાની મુદ્દત માંગી

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અાર.ટી.અો.થી છેક નળ સર્કલ સુધી ચાલે છે સુશોભન
  • પાલિકાઅે 3 દિવસની નોટિસ અાપતા સી.અો. પાસે રજુઅાત

ભુજ શહેરના અાકર્ષણનું કેન્દ્ર ભુજીયો ડુંગર છે. જેની અાર.ટી.અો.થી નળ સર્કલ સુધીની તળેટીમાં પરપ્રાંતિય મજુરો વસવાટ કરે છે. પરંતુ, ભુજ નગરપાલિકાઅે સ્મૃતિવન અાઉટ સાઈટ બ્યુટીફિકેશનની કામગીરી શરૂ કરી છે, જેથી મંગળવારે 3 દિવસમાં ખસી જવા દરેકને વ્યક્તિગત નોટિસ ફટકારી હતી. જેના પગલે બુધવારે તમામ મજુરો મુખ્ય અધિકારી પાસે રજુઅાત કરવા અાવ્યા હતા હતા અને 3 દિવસના ટૂંકાગાળામાં ખસી જવું સંભવ નથી અેવું કહીને 1 માસની મુદ્દત માંગી હતી. જોકે, મુખ્ય અધિકારીઅે વધુમાં વધુ 10 દિવસની મુદ્દત અાપી હતી.

ભુજ નગરપાલિના કર્મચારીઅો મંગળવારે ભુજીયાની તળેટીમાં અાર.ટી.અો. સર્કલથી નળ સર્કલ સુધી પથરાયેલી ઝુંપડપટ્ટીના લોકોને વ્યક્તિગત નામજોગ નોટિસ અાપતા જણાવ્યું હતું કે, ગેરકાયદે દબાણ કરવામાં અાવ્યું છે. જે 3 દિવસમાં દૂર કરવાનું રહેશે. અન્યથા અાપના જોખમે અને ખર્ચે ઉપરોકત દબાણ દૂર કરવામાં અાવશે. અેટલું જ નહીં પણ લેન્ડ ગ્રેબિંગ અેકટ હેઠળ અાપની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં અાવશે. જેના પગલે તેમણે માંગણી મૂકી હતી કે, પૂરતો સમય અાપવામાં અાવે. વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં અાવે. બિનજરૂરી જમીન ખાલી કરાવતા હોય તો યોગ્ય તપાસ કરવામાં અાવે.

બાળકોના અભ્યાસનો પ્રશ્ન ઊભો થશે
અરજદારો મોટે ભાટે પરપ્રાંતિય છે અને કન્સ્ટ્રકશન સાથે સંકળાયેલા કામધંધા જેમ કે, મકાનને રંગકામ, સુથારી, કડીયાકામ કરે છે. જેઅો વૃદ્ધ માતા-પિતા અને પોતાના બાળકો સાથે રહે છે. જેમના બાળકોના અભ્યાસનો પ્રશ્ન ઊભો થશે અેવું જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઝુંપડપટ્ટીમાં વસતા લોકો અને તેમના બાળકો સુશિક્ષિત છે.

2 દાયકાથી વસવાટ
અરજીમાં જણાવાયું છે કે, 2001થી 2022 સુધી કોઈપણ કાર્યવાહી કરવામાં અાવી નથી. રાજકીય અને બિલ્ડર લોબી માટે જમીન ખાલી કરાવાઈ રહી છે. ડ્યૂ પ્રોસેસ લો મુજબ કાર્યવાહી કરીને જમીન સંપાદન કરવામાં અાવે. કુદરતી ન્યાયના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવામાં અાવે.

બેઘર લોકો હેતુથી અજાણ
ભુજ પાલિકાની ઝુંપડપટ્ટી દબાણ હટાવ કાર્યવાહીના હેતુથી મજુરો અજાણ છે. ભુજ નગરપાલિકાઅે પણ નોટિસમાં જણાવવાની તસદી લીધી નથી. અરજી લખનારે પણ તપાસ કર્યા વિના અરજી લખી અાપી હોય અેવું દેખાઈ અાવતું હતું.

અન્ય સમાચારો પણ છે...