વિજ્યોત્સવ:ભુજના ‘કેશવ’ કચ્છ ભાજપના વિજય રથના ‘સારથી’

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
મત ગણતરી વખતે કોલેજ બહાર ઉત્સાહનો માહોલ - Divya Bhaskar
મત ગણતરી વખતે કોલેજ બહાર ઉત્સાહનો માહોલ
  • ભાજપના કાર્યકરો અને સમર્થકો સવારથી મત ગણતરી કેન્દ્ર પર ઉમટી પડ્યા
  • ભાજપના કેશુભાઈ પટેલને 96582 અને કોંગ્રેસના અરજણ ભુડિયાને 36768 મતદારોએ પસંદ કર્યા
  • 59814ની ધરખમ અને જિલ્લામાં સર્વાધિક સરસાઈ સાથે કોંગ્રેસના પરંપરાગત મતો પણ મેળવ્યા

ભુજ વિધાનસભા મત વિસ્તારની બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કેશુભાઈ પટેલે કુલ 1 લાખ 80 હજાર 225 મતમાંથી 96 હજાર 582 મતો મેળવ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર અરજણભાઈ ભુડિયાઅે 36768 મત મેળવ્યા હતા. અોવૈસીની અોલ ઈન્ડિયા મજલીસ-અે-ઈત્તેહાદુલ મુસ્લીમીનના સકીલ સમાઅે 31295 મત મેળવ્યા હતા. અામ, ભાજપે કોંગ્રેસ ઉપર 59 હજાર 814 મતોની સરસાઈ સાથે વિજય મેળવ્યો હતો. કેશુભાઈઅે મેળવેલી સરસાઈ ધરખમ તો હતી જ પણ સાથોસાથ જિલ્લાની છઅેછ બેઠકોના ભાજપના વિજેતા ઉમેદવાર કરતા સર્વાધિક રહી હતી.

ભાજપના ઉમેદવાર કેશુભાઇની જીત બાદ વિજય સરઘસ
ભાજપના ઉમેદવાર કેશુભાઇની જીત બાદ વિજય સરઘસ

જોકે, કુલ 22 રાઉન્ડમાંથી પ્રથમ 10 રાઉન્ડ દરમિયાન અોવૈસીની અોલ ઈન્ડિયા મજલીસ-અે-ઈત્તેહાદુલ મુસ્લીમીનના પાર્ટીના ઉમેદવારે સકીલ સમાઅે કેટલાક રાઉન્ડમાં કોંગ્રેસ અને ભાજપથી વધુ મતો મેળવી ધ્યાન ખેંચ્યું હતું અને ભાજપના મુખ્ય પ્રતિસ્પર્ધી બની રહ્યા હતા. પરંતુ, ત્યારબાદ બાકીના 12 રાઉન્ડમાં ભાજપે અેકતરફી વિજયયાત્રા ચાલુ રાખી હતી અને અંતે કોંગ્રેસ બીજા સ્થાને અાવવામાં સફળ રહી હતી.

એન્જિનિયરિંગ કોલેજમાં લોખંડી બંદોબસ્ત
એન્જિનિયરિંગ કોલેજમાં લોખંડી બંદોબસ્ત

પ્રારંભમાં ઈ.વી.અેમ. ખુલતા પ્રથમ રાઉન્ડમાં ભાજપના ઉમેદવારને 2698, અોવૈસીની અોલ ઈન્ડિયા મજલીસ-અે-ઈત્તેહાદુલ મુસ્લીમીનના ઉમેદવારને 1651 અને કોંગ્રેસના ઉમેદવારને 1502 મતો મળ્યા હતા. અામ, ભાજપે અોવૈસીની પાર્ટી ઉપર 1037 મતોની સરસાઈ મેળવી હતી. જે અાશ્ચર્યજનક હતું. કેમ કે, પ્રથમ 10 રાઉન્ડ દરમિયાન કોંગ્રેસ ભાજપ ઉપર સરસાઈ મેળવતી હોય છે. પરંતુ, અહીં પ્રથમ રાઉન્ડમાં જ કોંગ્રેસ છેક ત્રીજા સ્થાને ધકેલાઈ ગઈ હતી.

વિજેતા માટે અત્ર તત્ર સર્વત્ર હારતોરા
વિજેતા માટે અત્ર તત્ર સર્વત્ર હારતોરા

ત્યારબાદ બીજા રાઉન્ડમાં અોવૈસીની પાર્ટીને 2433, કોંગ્રેસને 2275 અને ભાજપને 1812 મત મળ્યા હતા. તોય સરસાઈની રીતે પ્રથમ ભાજપ, બીજે અોવૈસીની પાર્ટી અને ત્રીજે કોંગ્રેસ હતી. ચોથા રાઉન્ડમાં અોવૈસીની પાર્ટીને 2284, ભાજપને 1739 અને કોંગ્રેસને 1057 મત મળ્યા હતા. તોય હજુ પણ સરસાઈની રીતે ભાજપ પ્રથમ, અોવૈસીની પાર્ટી બીજી અને કોંગ્રેસ ત્રીજે હતી. પરંતુ, અોવૈસીની પાર્ટી ભાજપની સરસાઈ કાપતી કાપતી ઘટાડતી જતી હતી. જે સરસાઈ માત્ર 25 મતની રહી ગઈ હતી. હવે કોંગ્રેસની ઉદાસી સાથે ભાજપના ઉમેદવારના ચહેરા ઉપર પણ ચિંતાની લકીરો તણાઈ હતી.

ચોથા રાઉન્ડમાં અોવૈસીની પાર્ટીને 2284, ભાજપને 1739 અને કોંગ્રેસને 1057 મત મળ્યા હતા. અહીં અોવૈસીને પાર્ટીઅે ભાજપ ઉપર 520 મતની સરસાઈ મેળવી લીધી હતી. પરંતુ, પાંચમાં રાઉન્ડમાં કેસુભાઈનો ઘોડો દોડ્યો હતો અને 3487 મતો મેળવી લીધા હતા. કોંગ્રેસને 2214 અને અોવૈસીની પાર્ટીને 1545 મત મળ્યા હતા, જેથી ભાજપ 1422ની સરસાઈ સાથે પ્રથમ નંબરે અાવી ગયો હતો.

છઠ્ઠા રાઉન્ડમાં ફરી ભાજપે 2794, કોંગ્રેસે 1840 અને અોવૈસીની પાર્ટીઅે 1154 મતો મેળવ્યા હતા, જેથી ભાજપની સરસાઈ 3062 થઈ ગઈ હતી. સાતમાં રાઉન્ડમાં ભાજપને 3298, અોવૈસીની પાર્ટીને 2737 અને કોંગ્રેસને 1638 મત મળ્યા હતા, જેથી ભાજપની સરસાઈ 3623 થઈ ગઈ હતી. જોકે, અાઠમાં રાઉન્ડમાં અોવૈસીની પાર્ટીઅે 3471, ભાજપે 2973 અને કોંગ્રેસે 2133 મત મેળવ્યા હતા, જેથી ભાજપની સરસાઈ ઘટીને 3125 મતની થઈ ગઈ હતી. નવમાં રાઉન્ડમાં ભાજપને 3167, અોવૈસીની પાર્ટીને 2855 અને કોંગ્રેસને 1613 મત મળ્યા હતા, જેથી ભાજપની સરસાઈ 3437 થઈ ગઈ હતી. દસમાં રાઉન્ડમાં અોવૈસીની પાર્ટીઅે ભાજપની ચિંતામાં વધારો કરતા 3715, ભાજપે 2828 અને કોંગ્રેસે 2088 મત મેળવ્યા હતા, જેથી ભાજપને 2550 મતની સરસાઈ મળી હતી.

બસ અહીં સુધી ત્રણેય પક્ષો વચ્ચે અને ખાસ કરીને ભાજપ અને અાવૈસીની પાર્ટી વચ્ચે રસાખેંચી ચાલી હતી, જેમાં ઈ.વી.અેમ.ના 26824 મત સાથે ભાજપ પ્રથમ, 24274 મત સાથે અોવૈસીની પાર્ટી દ્વિતીય અને 17928 મત સાથે કોંગ્રેસ તૃતીય નંબરે રહી હતી. ત્યારબાદ 11થી 22 રાઉન્ડ સુધી ભાજપે પ્રથમ સ્થાને રહીને અેક તરફી સરસાઈ ચાલુ રાખી હતી. અોવૈસીની પાર્ટી બીજા સ્થાનમાંથી ત્રીજા સ્થાને ધકેલાઈ ગઈ હતી. કોંગ્રેસ બીજા સ્થાને અાવી ગઈ હતી.

કોંગ્રેસનો બાવાના બેય બગડ્યા જેવો તાલ
સામાન્ય રીતે મત ગણતરીના 22 રાઉન્ડમાંથી પ્રથમ 1થી 10 રાઉન્ડમાં મુસ્લિમ બહુમતીવાળા ગામડામાં કોંગ્રેસને ભાજપ ઉપર 28000 ઉપરાંત સરસાઈ મળતી હોય છે. પરંતુ, બાકીના 11થી 22 સુધીના રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર કોંગ્રેસની લીડ તોડી 14000 ઉપરાંતની લીડ મેળવી લેતી હોય છે, જેથી કોંગ્રેસે અા વખતે મુસ્લિમ ઉમેદવારને બદલે પટેલ ઉમેદવાર પસંદ કર્યો હતો, જેથી કોંગ્રેસના કમીટેડ મુસ્લિમ વોટ મળે અને પટેલે ઉમેદવારને કારણે પટેલ જ્ઞાતિના વોટ પણ મળે. પરંતુ, અોવૈસીઅે મુસ્લિમ ઉમેદવાર ખડો કરતા કોંગ્રેસની મુસ્લિમ વોટબેંક તૂટી ગઈ હતી અને ભાજપ વોટ બેંક ભાજપને વફાદાર રહી હતી. અામ, કોંગ્રેસનો તાલ બાવાના બેય બગડ્યા જેવો થયો હતો.

અામ અાદમી પાર્ટી વિકલ્પ જ ન બની !
ભુજ વિધાનસભા મત વિસ્તારમાં હજુ સુધી ભાજપ અને કોંગ્રેસ અેમ બે જ પક્ષો વચ્ચે વિકલ્પની પસંદગી રહેતી હતી. પરંતુ, અા વખતે અામ અાદમી પાર્ટીઅે ત્રીજા વિકલ્પ પૂરું પાડે અેવી શક્યતા હતી. પરંતુ, અેવું થયું ન હતું અને માત્ર 8060 મતમાં સમેટાઈ ગઈ હતી.

નોટા 3462 મત સાથે પાંચમાં સ્થાને
ભાજપે 96582, કોંગ્રેસે 36768, અોવૈસીની પાર્ટીઅે 31295, અામ અાદમી પાર્ટીઅે 8060 અને નોટાને 3462 મત મળ્યા હતા. અામ, નોટાઅે પાંચમું ક્રમાંક મેળવ્યું હતું.

ને ચોથા રાઉન્ડે અોવૈસીની પાર્ટી સરસાઈ કરી ગઈ
ઈ.વી.અેમ.ના કુલ 22 રાઉન્ડની મત ગણતરી દરમિયાન અેકથી ચાર રાઉન્ડમાં ભારે ઉત્તેજના ફેલાઈ હતી, જેમાં પ્રથમ રાઉન્ડમાં ભાજપે અોવૈસીની પાર્ટી ઉપર 1047 મતથી સરસાઈ મેળવી લીધી હતી. કોંગ્રેસ તો છેક ત્રીજા સ્થાને ચાલતી હતી. પરંતુ, ત્યારબાદ ચોથા રાઉન્ડ સુધીમાં અોવૈસીની પાર્ટીના કુલ 8797 મત થયા અને ભાજપના કુલ 8277 મત થયા હતા, જેથી અોવૈસીની
પાર્ટીઅે ભાજપ ઉપર 520 મતની સરસાઈ મેળવી લીધી હતી.

દસમાં રાઉન્ડે ભાજપને 2550 મતની લીડ
ગત 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે 10માં રાઉન્ડે ભાજપ ઉપર 28000 ઉપરાંત લીડ મેળવી લીધી હતી. પરંતુ, અા વખતે 2022ની ચૂંટણીમાં 1થી 10રાઉન્ડ દરમિયાન ભાજપના નજીકના પ્રતિસ્પર્ધી રહેલી અોવૈસીના પાર્ટી ઉપર ભાજપે 2550 મતની લીડ મેળવી લીધી હતી. જો કોંગ્રેસના 17928 અને અોવૈસીની પાર્ટીના 24274 મળીને કુલ 42202 મતોની રીતે જોઈઅે તો ભાજપ 15378 મતે પાછળ હોય. પરંતુ, બીજી બાજુ અે હકીકત પણ સ્પષ્ટ થાય છે કે, ગત ચૂંટણીની સરખામણીઅે કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારમાં પણ ભાજપે 13000 ઉપરાંત મતોનું ગાબડું પાડ્યું છે.

11થી 22 રાઉન્ડમાં મુસ્લિમ મતો અોવૈસીથી પણ અળગા
​​​​​​​કુલ 22 રાઉન્ડમાંથી રાઉન્ડ નંબર 11થી 22 સુધીના શરૂઅાતના ત્રણેક રાઉન્ડમાં ભુજ શહેરના વોર્ડ નંબર 1થી 3ના મુસ્લિમ બહુમતી વાળા વિસ્તારોમાં કોંગ્રેસને સરસાઈ મળતી હોય છે. જે અા વખતે નથી મળી. અેટલું જ નહીં પણ અોવૈસીની પાર્ટીને પણ મુસ્લિમોઅે પસંદ નથી કરી. બલ્કિ મોટાભાગના મુસ્લિમોઅે ભાજપ ઉપર પસંદગી કરી છે. 11થી 22 નંબરના રાઉન્ડમાં કોંગ્રેસને કુલ 18567, અોવૈસીની પાર્ટીને માત્ર 6975 અને ભાજપને કુલ 68922 મતો મળ્યા છે. જો કોંગ્રેસ અને અોવૈસીની પાર્ટીના મતોનો સરવાળો કરીઅે તો 25542 થાય છે. અામ, ભાજપને અે બંને પાર્ટી કરતા 43380 મતો વધુ મળ્યા છે.

પ્રતિસ્પર્ધી ત્રણેય પક્ષના સરવાળા કરતા ભાજપને વધુ મત
કોંગ્રેસને 36768, અોવૈસીની પાર્ટીને 31295 અને અામ અાદમી પાર્ટીને 8060 મત મળ્યા છે. જેનો સરવાળો કુલ 76063 થાય છે. જ્યારે અેકલા ભાજપને 96582 મત મળ્યા છે. જે ત્રણેય પક્ષોના મતોના સરવાળા કરતા 20519 મત વધુ છે. અામ, ત્રણેય પક્ષો સંમતિ સાધી ત્રણેય પક્ષ વતી અેક જ ઉમેદવાર ઊભો રાખત તોય ભાજપને હરાવી શક્યા ન હોત.

કુલ 1437 પોસ્ટલ બેલેટમાં ભાજપ અાગળ
​​​​​​​કુલ 1437 પોસ્ટલ બેલેટ પડ્યા હતા, જેમાંથી કોંગ્રેસને 273, ભાજપને 836, અામ અાદમી પાર્ટીને 220, અોવૈસીની પાર્ટીને 46, નોટોમાં 37 અને અન્યોને 35 મતો મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...