2 દિવસના રિમાન્ડ:મહેસાણાથી ડ્રગ્સ લાવનારી ભુજની ત્રિપુટી સોમવાર સુધી રિમાન્ડ પર

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માધાપરના ગાંજા કેસમાં પણ ઓરિસ્સાવાસીના 2 દિવસના રિમાન્ડ મળ્યા

શહેરના 2 ચકચારી ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા આરોપીઓને ભુજ કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા.કુલ ચાર આરોપીઓના સોમવાર સુધીના રિમાન્ડ મંજુર થતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શેખપીર ત્રણ રસ્તા પર ચરસ અને એમડી ડ્રગ્સ સાથે ભુજના મામદ ઉર્ફે નવાબ ગુલામહુશેન સુમરા,આસિફ કાસમ સમેજા અને દિનેશ લવકુમાર તિવારીને એસઓજીએ ઝડપી લીધા હતા.આરોપીઓની અંગઝડતીમાં રૂ.96 હજારનું 96.1 ગ્રામ ચરસ અને રૂપિયા 7 હજારનું 0.7 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.ત્રણ ઈસમો વિરુધ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ પધ્ધર પોલીસમાં ગુનો દાખલ કરી ક્રોસ તપાસ માધાપર પીએસઆઈ જે.ડી.સરવૈયાને સોંપવામાં આવી હતી.

તપાસનીશથી વાત કરતા તેમણે જણાવ્યું કે,ત્રણેય આરોપીઓને ભુજ કૉર્ટમાં રજૂ કરવામાં આવતા સોમવાર સુધીના રીમાન્ડ મળ્યા છે.તપાસ દરમ્યાન આ માલ મહેસાણાના સમીર પાસેથી લીધો હોવાનું જણાવ્યું છે,જેથી આ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

આ તરફ માધાપર હાઇવે પર ધાવડાના 2 શખ્સો ગાંજા સાથે પકડાયા બાદ માલ ઓરિસ્સાથી લાવ્યા હોવાનુ સામે આવતા પધ્ધર પોલીસે ઓરિસ્સા બલાંગીર ખાતે જઈ ગાંજો આપનાર આરોપી હરીબંધુદાસ મકરધ્વજદાસ (ઉવ.50) રહે પટનાગઢ,બલાંગીરને ટેકનીકલ સર્વેલન્સના આધારે છટકું ગોઠવી ઝડપી પાડ્યો હતો છે.જેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા સોમવાર સુધીના રિમાન્ડ મળ્યા હોવાનું પીએસઆઈ વનરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...