વર્ષો બાદ ભુજને મુંબઇ સિવાયના કોઇ શહેરને જોડતી ફ્લાઇટ મળી રહી છે. ખાનગી એરલાઇન્સ કંપની દ્રારા આગમી ત્રીજી જૂનના ભુજથી બેલગાંવ વચ્ચે અમદાવાદના સ્ટોપ સાથે હવાઇ સેવા શરૂ કરાઇ રહી છે. આ ફ્લાઇટમાં સીટ એકાદ મહિના પહેલા બુક કરાવાય છે તો તેનું ભાડું અંદાજે 6200થી 6500 વચ્ચે અને તાત્કાલિક ભાડુ અંદાજે રૂા. 10 હજારની આસપાસ રહશે. આ ફ્લાઇટથી કર્ણાટક, ગોવા અને દક્ષિણ મહારાષ્ટ્રમાં વસતા કચ્છીઓ અને પ્રવાસન માટે જતા લોકોને ફાયદો થશે.
સ્ટાર એર દ્વારા અમદાવાદ અને ત્યાંથી કર્ણાટકના બેલગાવની ફ્લાઇટ આગમી શરૂ કરવામાં આવી રહી છે. જેમાં સોમ, ગુરૂ, શુક્ર, શનિ અને બુધવારના હવાઇ સેવા ઉપલબ્ધ થશે. આ ફ્લાઇટથી ગોવા જવા ઇચ્છતા પ્રવાસીઓને ફાયદો થશે. તો કર્ણાટકના હુબલી અને મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં વસતા કચ્છીનોને પણ આ સેવાથી ફાયદો થશે. પહેલા અહીં પહોંચવા ટ્રેનો બદલી પડતી હતી. કંપનીની સાઇટ પર બતાવવામાં આવેલા ભાડા પ્રમાણે આ ફ્લાઇટનું ભાડુ અંદાજે રૂા.6099થી શરૂ કરી 11 હજાર આસપાસ રહશે. વહેલા બુક કરવા પર ભાડુ 6099 બતાવે છે. જ્યારે નજીકના દિવસોની ટિકિટ 10 હજારથી 11 હજાર બતાવે છે.
બેલગાંવથી મહત્વના સ્થળોનું અંતર
બેલગાવ કર્ણાટકના ઉત્તરી ભાગમાં અને મહારાષ્ટ્ર નજીક છે. અહીંથી ગોવા 104 કિમી, હુબલી 97 કિમી, બેંગલોર 510 કિમી, કોલ્હાપુર 112 કિમી, સોલાપુર 313, વિજયપુરા 214 થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.