દબાણ હટાવ કામગીરી:ભુજ સુધરાઈ દ્વારા શહેરના નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી યથાવત, આજે વધુ સાત દબાણો દૂર કરાયા

કચ્છ (ભુજ )23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભુજ નગરપાલિકા દ્વારા શહેરના લોકોને નડતરરૂપ હંગામી દબાણો દૂર કરવાની કામગીરી સમયાંતરે કરવામા આવી રહી છે. જેના ભાગરૂપે આજે શહેરના ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ પાસે અને હોટેલ લેક્વ્યું નજીક બંધ પડેલી સાત જેટલી કેબીનોએ સુધરાઈના સાધન સામગ્રી દ્વારા દૂર કરવામાં આવી હતી. આ પ્રકારની કામગીરી લોકોની ફરિયાદના નિવારણ હેતુ આગામી સમયમાં પણ ચાલુ રાખવામાં આવશે એવું ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

આજે ફરી સાત જેટલી હંગામી કેબીનો દૂર કરવામાં આવી
ભુજની હોટેલ લેક્વ્યુંથી મંગલમ ચાર રસ્તા તરફ જતા માર્ગે બનેલા સુશોભિત ફૂટપાથ પર શ્રમજીવી અને સાધુ મહાત્માઓ દ્વારા થયેલા હંગામી પડાવો દૂર કરાયા બાદ શહેરમાં બાધારૂપ અન્ય હંગામી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. સુધરાઈ કમિટીની બેઠક દરમ્યાન લોકોની ફરિયાદના આધારે દબાણ હટાવ કામગીરી કરવામાં આવતી હોવાનું ચિફ ઓફિસર જીગર પટેલ દ્વારા જણાવાયું હતું. તેમના જણાવ્યા અનુસાર આજે પણ આજ પ્રકારના સાત જેટલી બંધ પડેલી હંગામી કેબીનો સુધારાઈ દ્વારા દૂર કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...