ભુજ નગરપાલિકામાં જન્મ, મરણ અને લગ્ન નોંધણી શાખા છે, જેમાં સગીર કન્યાને લગ્નનું પ્રમાણપત્ર અપાઈ ગયાની ઘટના બહાર અાવી છે. સગીર કન્યાઅે ભાગીને લગ્ન કર્યા હોઈ સમગ્ર પ્રકરણમાં ઈરાદાપૂર્વક ખોટું થયાની શંકા બળવત બની છે. જોકે, તંત્રઅે ટાઈપિંગ મિસ્ટેકનું બહાનું અાગળ ધરીને સમગ્ર પ્રકરણ ઉપર ઢાંક પિછોડો કરવાનું શરૂ કરી દીધું છે. જે પણ અેક ગંભીર બાબત છે.
ભારતીય કાયદા મુજબ લગ્ન કરવા માટે છોકરીની ઉંમર અોછામાં અોછી 18 વર્ષ અને છોકરાની ઉંમર અોછામાં અોછી 21 વર્ષની હોવી જોઈઅે. સંસ્થાઅો મારફતે ધાર્મિક વિધિથી લગ્ન કરાવતી સંસ્થાઅો અને કોર્ટ મારફતે થતા સિવિલ મેરેજમાં પણ વિવિધ અાધાર પુરાવામાં જન્મનો દાખલો પણ માંગવામાં અાવતો હોય છે. લગ્ન થઈ ગયા બાદ લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર પણ અપાતું હોય છે, જેમાં પણ જન્મના દાખલો રજુ કરવાનો હોય છે. અામ છતાં ભુજ નગરપાલિકામાં ભાગીને લગ્ન કરનારી સગીરાને લગ્નનું પ્રમાણપત્ર અપાયાની ગંભીર બાબત સામે અાવી છે.
જે ઘટના બાદ સગીર કન્યાના પિતાની તબીયત કથળી હતી અને માંડવીની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયાની ઘટના બની હતી. પરંતુ, અહીં સવાલ અે છે કે, અા સમગ્ર પ્રકરણને અંજામ કોણે અાપ્યું અને કેમ અપાયું. જે બાબતે લગ્ન નોંધણી શાખાના રજિસ્ટ્રેડ સત્તાધિકારી તારાબેન સાધવાણીને કોલ કરીને પૂછ્યું તો લગ્ન નોંધણીનું ખોટું પ્રમાણ પત્ર અપાઈ ગયાની વાત સાચી છે.
તો તેમણે કહ્યું કે, ના, ના, અેવું તો કંઈ નથી. અેટલે તેમને સમગ્ર પ્રકરણથી વિગતે જાણ કરી. બાદ તેમણે કહ્યું કે, ટાઈપિંગ મિસ્ટેક હતી, જેથી તેમને કહ્યું કે, અેમાં ટાઈપિંગ મિસ્ટેકથી અેવું થયું છે. અેમની પાસેથી પ્રમાણપત્ર પાછું લઈ લેવાયુ છે. તેમને પૂછ્યું કે, કોણે ટાઈપિંગ મિસ્ટેક કરી છે તો તેમણે કહ્યું કે, રૂપા ઠક્કર ટાઈપિંગ કરે છે.
ચકાસણી કેમ નથી થતી અે પણ અેક પ્રશ્ન
તમામ પ્રમાણપત્રો ચકાસવાના હોય છે. સરકારે પણ કાયમી અને અધિકૃત કર્મચારીની પદ્ધતિ રાખી છે. પરંતુ, તેની તસદી લેવાતી ન હોય અને ઉલ્ટું ખોટું થતું હોય અેવું પ્રથમ દૃષ્ટિઅે જણાઈ અાવે છે. અામ છતાં ભુજ નગરપાલિકાની જન્મ, મરણ અને લગ્ન નોંધણી શાખામાં હંગામી, ફિક્સ વેતનવાળા કર્મચારીઅોને બેસાડી દેવાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ સમગ્ર પ્રકરણમાં સંબંધિતો સામે કાર્યવાહી કરવાને બદલે ઢાંક પિછોડો કરવામાં અાવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.