ત્રણ જિલ્લાના દર્દીને લાભ મળશે:ભુજમાં 7.90 કરોડના ખર્ચે બનેલી માનસિક હોસ્પિટલનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભુજ શહેરના કેમ્પ એરીયા ખાતે 7.90 કરોડના ખર્ચે બનેલી પરિવાર કલ્યાણ રાજ્યકક્ષાના મંત્રી નિમિષાબેન સુથારે જણાવ્યું હતું કે, કોઇ માનસિક રીતે પીડાતું હોય ત્યારે આ પીડામાંથી પરિવાર પણ પસાર થતો હોય છે. આ પરિસ્થિતિમાંથી બહાર આવીને દર્દી તથા તેનું કુટુંબ સુચારુ જીવન પસાર કરે તે સરકારનો હેતુ છે. વિધાનસભાના અધ્યક્ષા ડૉ.નીમાબેન આચાર્યએ ભૂકંપમાં માનસિક આરોગ્યની હોસ્પિટલ પડી ગયા બાદ હાલ આધુનિક સુવિધા સાથે નવી બની છે ત્યારે પાડોશી રાજ્યોના લોકોને પણ તેનો લાભ મળશે તેમ કહ્યું હતું.

સાંસદ વિનોદ ચાવડાએ ઉમેર્યું હતું કે, સરકારના નવા નવા પ્રયોગો થકી જન જન સુધી વિવિધ યોજનાઓનો લાભ પહોંચ્યો છે. આયુષ્યમાન કાર્ડ બનાવવામાં કચ્છ ગુજરાતમાં મોખરે રહ્યું છે. જિલ્લા પંચાયતના અધ્યક્ષા પારૂલબેન કારાએ જણાવ્યું હતું કે, કચ્છના આરોગ્ય ક્ષેત્રની ખુટતી કડી પુરવા સરકાર કટિબદ્ધ છે. જે હેઠળ જ માનસિક આરોગ્યની હોસ્પિટલની નવી ઈમારત બનાવવામાં આવી છે. તેમણે માનસિક આરોગ્ય ક્ષેત્રે લોકોને અંધશ્રદ્ધાને ત્યજીને જાગૃત થઈને સારવાર કરાવવા અનુરોધ પણ કર્યો હતો.

હીમોફીલીયાના દર્દી ભુજના વિવેક યાદવનું જીપીએસસીની પરીક્ષા પાસ કરીને જીએસટી વિભાગમાં રાજ્યવેરા અધિકારી તરીકે નિમણૂક મેળવવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું. પાલિકા પ્રમુખઘનશ્યામ ઠક્કર, પાલિકા ઉપાધ્યક્ષા રેશ્માબેન ઝવેરી, કલેક્ટર પ્રવિણા ડી.કે, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, મદદનીશ અધિક કલેક્ટર અતિરાગ ચાપલોત, ડૉ.પાર્થ જાની, સીડીએમઓ ડૉ. કશ્યપ બુચ, અધિક્ષક મેન્ટલ હોસ્પિટલ ડૉ. હરેશ બરવાડીયા, ડીટીઓ ડૉ.મનોજ દવે, ડૉ. પ્રેમકુમાર કન્નર, ડૉ.પીપડીયા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

માનવ અધિકાર પંચની સુચનાથી હોસ્પિટલનું નિર્માણ
માનસિક આરોગ્ય કેન્દ્રની નવી જગ્યા અને બિલ્ડિંગ માટે ભુજના હેનરી ચાકોએ કેન્દ્રીય માનવ અધિકાર પંચમાં કેસ દાખલ કર્યો હતો. આ અનુસંધાને માનવ અધિકાર પંચની સુચના મુજબ ગુજરાત સરકાર દ્વારા હોસ્પિટલનું નિર્માપ કરીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...