હરાજી:ભુજ-ગાંધીધામ રેલવે સ્ટેશને 3 મુસાફર સામાન ભૂલી ગયા, હવે લેવા નહીં આવે તો થશે હરાજી

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પશ્ચિમ રેલવે દ્વારા પ્રવાસીઓ માટે શરૂ કરાયું ‘ઓપરેશન અમાનત’
  • 6 ડિવિઝનમાં સૌથી વધુ અમદાવાદ ડિવિઝનના સ્ટેશનમાં પ્રવાસીઓનો સામાન સ્ટેશને રહી ગયો

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે વિવિધ પગલાઓ ભરવામાં આવે છે ત્યારે રેલવે દ્વારા ઓપરેશન અમાનત અંતર્ગત શરૂ કરાયેલા નવા પ્રોજેક્ટથી મુસાફરો પોતાનો ટ્રેનમાં ભૂલી ગયેલો સામાન પરત મેળવી શકે છે. ઓપરેશન અમાનત હેઠળ રેલવે પ્રોટેક્શન ફોર્સે મુસાફરોને તેમનો ખોવાયેલો સામાન પાછો મેળવવાનું કાર્ય સરળ બનાવવા માટે એક નવી પહેલ કરી છે. ફોટા સાથે ખોવાયેલા સામાનની વિગતો સંબંધિત વિભાગના આરપીએફ કર્મચારીઓ દ્વારા પશ્ચિમ રેલવેની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવે છે જેમાં મુસાફરો ચેક કરી શકે છે કે તેમનો સામાન જે ગુમ થયો છે અથવા રેલવે પરિસરમાં કે ટ્રેનમાં ખોવાઈ ગયો છે તે સ્ટેશન પર લોસ્ટ પ્રોપર્ટી ઓફિસ કેન્દ્રોમાં ઉપલબ્ધ છે.

કચ્છના ભુજ અને ગાંધીધામ રેલવે સ્ટેશનનો સમાવેશ અમદાવાદ ડિવિઝન હેઠળ થાય છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ ડિવિઝનમાં કુલ 26 પ્રવાસીઓનો સામાન તેઓ ટ્રેનમાં અને સ્ટેશને ભૂલી જતા આરપીએફ દ્વારા તેની વિગતો વેબસાઈટ પર અપલોડ કરવામાં આવી છે.જેમાં કચ્છના 3 મુસાફર પોતાનો સામાન ભૂલી ગયા હોવાનું સામે આવ્યું છે.

ગાંધીધામ સ્ટેશને એક પ્રવાસી પોતાની બેગ ભૂલી ગયા હતા જેમાં બુટ,થર્મોમીટર,કપડા સહિત રૂ.2200 ની કિંમતનો સામાન હતો તો અન્ય એક મુસાફરની બેગમાંથી નાના બાળકોના કપડાં,રમકડાં,દવા સહિતની 800ની સામગ્રી મળી હતી ભુજ સ્ટેશને એક મુસાફર 2 ડ્રિલ મશીન અને ગ્રાઈનડર મશીન ભૂલી જતા તેની તસ્વીર સાથેની વિગતો અપલોડ કરવામાં આવી છે.જોગવાઈ પ્રમાણે જો લાંબા સમય સુધી કોઈ મુસાફર સામાન લેવા ન આવે તો તેની હરાજી કરવામાં આવે છે અન્ય ડિવિઝનમાં સમાનની હરાજી પણ કરાઈ ચુકી છે.

જાણો કયા ડિવિઝનમાં કેટલા પ્રવાસીઓ સામાન ભૂલી ગયા

  • મુંબઈ સેન્ટ્રલ ડિવિ. 21
  • વડોદરા 7
  • અમદાવાદ 26
  • રતલામ 19
  • રાજકોટ 13
  • ભાવનગર 2
અન્ય સમાચારો પણ છે...