આદિપુરના ફાઈનાન્સરને હનીટ્રેપમાં ફસાવવાના ચકચારી બનાવમાં મુખ્ય સૂત્રધાર મહિલાની રેગ્યુલર જામીન અરજી ભુજની અધિક સેશન્સ અદાલતે નામંજૂર કરી છે. તા.17-10ના ફરિયાદી અનંત તન્નાએ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે સુરતના મોટા વરાછામાં રહેતી આરોપી મહિલા આશા ઘોરી (પટેલ) સહિત 8 આરોપી સામે ગુનો દાખલ કરાવ્યો હતો.
2-11 ના ભુજ એલસીબીએ મહિલાની અટકાયત કરીને રિમાન્ડ મેળવ્યા હતા.આરોપી વતી દલીલ કરાઈ કે,તેણે 10 કરોડ માંગ્યા નથી અને પોતે ભોગ બનનાર છે અને ખોટી રીતે અટક કરાઈ હોવાનું જણાવી જામીન માટે અરજી કરી હતી.
ભુજના આઠમા અધિક સેશન્સ જજ વી.વી. શાહે દલીલો સાંભળીને ચૂકાદો આપતા જણાવ્યું કે,આ ગુનાની ગંભીરતા અને આરોપીની ભૂમિકા જોતા તેને જામીન આપી શકાય તેમ નથી. જામીન અપાય તો પુરાવા સાથે ચેડા થવાની ભીતિ છે.જેથી જામીન ફગાવાયા હતા. કેસમાં સરકાર તરફે પબ્લિક પ્રોસિક્યુટર કલ્પેશ ગોસ્વામી અને ફરિયાદી પક્ષે એડવોકેટ આર.એસ. ગઢવી, કે.પી. ગઢવી, વી.જી. ચૌધરીએ હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.