બંદરિય શહેર માંડવીમાં ખાતે ગત સપ્તાહે આધેડ દંપતીને ઘેનયુક્ત ઠંડું પીણું પીવડાવી બેભાન કરી દેવાયા બાદ વૃદ્ધાના કાનમાંથી સોનાના બુટિયા કાઢી લેવાયા હતા. જ્યારે બેભાન વૃદ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ થતા ચકચારી પ્રસરી જવા પામી હતી. ચકચારી આ કેસનો ભેદ માંડવી પોલીસે ઉકેલી ગુનો આચનાર ભુજના આરોપી દંપતીને ભુજથી મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યું છે.
ગત તા. 30/5ના શહેરના જૈન ધર્મશાળા પાસે પગે જતા વૃદ્ધ દંપતી પોપટભાઇ ગોવાભાઇ જોગી અને તેમના પત્ની પુરબાઇને ઓટલા પર બેઠેલા અજાણ્યા સ્ત્રી-પુરુષે ઠંડું પીણું પીવડાવી રાશન આપવા માટે કહેતાં પોપટભાઇ હા પાડી હતી. આ દરમિયા અજાણ્યો પુરુષ માલવાહક રિક્ષા લઇ આવ્યો હતો અને આ દંપતી અર્ધબેભાન થતાં પુરબાઇના કાનમાંથી સોનાની બુટી કિ. રૂા. 20 હજા૨ સેરવી લીધી હતી. બીજીતરફ આ બેભાન દંપતીને ટોપણસ૨ તળાવ નજીક મૂકી આરોપીઓ નાસી ગયા હતા.
બનાવમાં માંડવી પોલીસના પી.આઇ. એન. કે. રબારીએ જાતે તપાસ સંભાળીને અલગ-અલગ ટીમ બનાવી હતી અને આ કામના આરોપી ભુજના દંપતી રામા બાલાભાઇ દેવીપૂજક (સારોલા) તથા વીપાબેન (રહે. બંને મૂળ સાવરકુંડલાથી મહુવા જતા વચ્ચે ફાટક પાસે અને હાલ ગીતા ભૂજ માર્કેટ પાસે, કામરુદેશ-ભુજ)ને ઝડપી લઇ યુક્તિ-પ્રયુક્તિથી પૂછતાછ આદરતાં તેઓએ ગુનાની કબૂલાત કરી ગુનામાં ગયેલ મુદ્દામાલ સોનાની બુટી કબજે કરી લેવાઇ છે. આમ, માંડવી પોલીસે આ કેસનો ભેદ ગણતરીના દિવસોમજ ઉકેલી લીધો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.