પોલીસ તપાસ:ભુજના ચીટર સોની વેપારીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર, ભોગબનાર લોકોને નિવેદન માટે બોલાવી પોલીસે વધુ તપાસ ચલાવી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભુજના કાપડના વેપારીને 22 લાખનું નકલી સોનું પકડાવીને ફરાર થયેલા સોની વેપારી દંપતિની પોલીસે અટકાયત કરીને આરોપીને કોર્ટમાં રજુ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સાથે ભોગબનાર લોકોને પોલીસ મથકે નિવેદન માટે બોલાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ભુજના શિવકૃપાનગરમાં રહેતા અને છઠ્ઠી બારી રિંગ રોડ પર સોના-ચાંદીની દુકાન ધરાવતા નિકુંજ કિશોરભાઇ સોની અને તેમની પત્ની પુર્વીબેન દ્વારા ભુજના અનેક લોકો પાસેથી દાગીના રિપેર કરવા તેમજ સ્કીમ બનાવી સોનાના દાગીના આપવાનો કારસો ઘડીને તેમજ દિકરીની બીમારીના નામે લોકો પાસેથી નાણા વ્યાજ પેટે લઇ અચાનક ફરાર થઇ ગયાની ઘટનાએ શહેરભરમાં ભારે ચકચાર મચાવી હતી.

દરમિયાન આ ચીટર સોની વેપારીનો ભોગ બનેલા કાપડના વેપારી સુરેશભાઇ નાનજીભાઇ ભાટીયાએ આરોપી નિકુંજ વિરૂધ 22 લાખના ફ્રોડ કર્યા અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી દંપતિની ધરપકડ કરી લીધી હતી. આરોપીઓને કોર્ટમાં રજુ કરીને પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ અંગે તપાસનીસ સબ ઇન્સ્પેકટર વી.એસ.ચૌહાણે જણાવ્યું હતું.કે, આરોપી નિકુંજના પાંચ દિવસના રિમાન્ડ મળ્યા છે.

હાલ આરોપીઓએ જે લોકોને છેતર્યા છે. અને નાણા કે દાગીના મેળવીને છેતરપીંડી કરી છે. તેવા લોકોને પોલીસ મથકે બોવવામાં આવી રહ્યા છે. અને તેઓના નિવેદનો લેવાઇ રહ્યા છે. તો, બીજી તરફ માધાપર રહેતા એક ગૃહિણી પણ આ ચીટર સોનીનો ભોગ બન્યા હોવાનું અને સોનાની બે બંગડીઓ રીપેરમાં આપ્યા બાદ આરોપી સોની વેપારીએ વાયદાઓ આપી આજ દિવસ સુધી સોનાની બંગડીઓ પાછી ન આપતાં આ ભોગબનાર મહિલા અને તેમના પતિ દ્વારા પોલીસ મથકે સોની વેપારી સામે ફરિયાદ દાખલ કરાવવાની તજવીજ હાથ ધરી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. ત્યારે સોની વેપારી વિરૂધ ભોગ બનેલા અનેક લોકો ફરિયાદ માટે તૈયારીઓ કરી રહ્યા છે. જેથી સોની વેપારીએ કરેલા છેતરપીંડીનો આંક વધુ બહાર આવવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...