• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Bhuj And Rapar Palika Still Pay Salaries As Per 5th Pay Commission, Discrepancies In Payment To 6 Reformed Employees Of One District

પગારપંચનો હક્ક:ભુજ અને રાપર પાલિકાને હજુ પાંચમા પગારપંચ મુજબ વેતન, એક જિલ્લાની 6 સુધરાઈના કર્મચારીઓને ચૂકવણામાં વિસંગતતા

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંજાર, માંડવી, ભચાઉ અને ગાંધીધામને 7માં પગારપંચનો હક્ક

કચ્છ જિલ્લામાં ભુજ, માંડવી, અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર એમ 6 નગરપાલિકાઓમાં મંજુર મહેકમ છે. પરંતુ, માંડવી, અંજાર, ગાંધીધામ, ભચાઉ નગરપાલિકાના કાયમી કર્મચારીઓને 7માં પગારપંચ મુજબ વેતન ચૂકવાય છે. જ્યારે ભુજ અને રાપરમાં હજુ પણ 5માં પગારપંચ મુજબ લાભો મળે છે. આમ, એક જ જિલ્લાની 6 નગરપાલિકાઓના કાયમી કર્મચારીઓના પગારમાં ભારે વિસંગતતા જોવા મળી રહી છે.

નગરપાલિકા શહેરી વિસ્તારની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે, જેમાં શહેરના જુદા જુદા વિસ્તારોને અલગ અલગ વોર્ડમાં સમાવાય છે અને એ વોર્ડમાંથી લોકો દ્વારા ચૂંટાઈને આવેલા નગરસેવક લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. જેઓ નીતિ વિષયક નિર્ણય લેતા હોય છે અને નગરપાલિકાઓમાં વહીવટી કામગીરી પાર પાડવા માટે કાયમી કર્મચારીઓનું મંજુર મહેકમ હોય છે.

મંજુર મહેકમ મુજબ સમયાંતરે સરકારના નીતિ નિયમ મુજબ કર્મચારીઓની ભરતી કરવાની તસદી લેવાઈ નથી, જેથી ભુજ નગરપાલિકામાં 360 કાયમી કર્મચારીઓના મંજુર મહેકમમાંથી હવે માત્ર 61 જેટલા કાયમી કર્મચારીઓ બચ્યા છે. જોકે, એ દરમિયાન હંગામી ધોરણે ફિક્સ વેતન અને રોજંદારોની ભરતી કરાતી રહી છે.

એમાંય મોટાભાગે લાગવટ અને ભલામણોથી ડાયરેક નિમણૂક અપાતી રહી છે. જે રોજંદાર કર્મચારીઓમાંથી કેટલાકે નિયમિત કર્મચારી તરીકે કાયમી મહેકમમાં સમાવવા કોર્ટમાં દાદ માંગી છે. પરંતુ, અહીં સવાલ એ છે કે, ભુજ નગરપાલિકાના કર્મચારીઓને હજુ પણ પાંચમા પગારપંચ મુજબ વેતન ચૂકવાય છે. જ્યારે 7માં પગારપંચની અલમવારી મોટાભાગની સરકારી કચેરીઓમાં થઈ ગઈ છે.

દરખાસ્ત મોકલી દેવાઈ છે : નગરપતિ
ભુજ નગરપાલિકાના નગરપતિ ઘનશ્યામ આર. ઠક્કરે જણાવ્યું હતું કે, સાતમાં પગારપંચ પહેલા છઠ્ઠા પગારપંચની દરખાસ્ત કરવી પડે. જેની દરખાસ્ત મોકલી દેવાઈ છે અને છેલ્લે મુખ્ય અધિકારી જીગર પટેલે તમામ અધૂરાશો પૂરી કરી દરખાસ્ત મોકલી દીધી છે. જે રાજકોટમાં પ્રાદેશિક કમિશનરની કચેરી સ્તરે છે. જે બાદ ગાંધીનગરમાં કમિશનરની કચેરી સ્તરે પહોંચશે. કદાચ દિવાળી સુધીમાં કર્મચારીઓને સાતમાં પગાર પંચના લાભ મળતા થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...