તાપમાન:ભુજ 35.8 અને કંડલા પોર્ટ 35 ડિગ્રીએ રાજ્યનાસૌથી વધુ ગરમ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગરમીના કારણે બપોરે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ સુમસામ જોવા મળ્યા. - Divya Bhaskar
ગરમીના કારણે બપોરે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ સુમસામ જોવા મળ્યા.
  • નલિયા રાજ્યમાં ઠંડું રહેવામાં બીજા સ્થાને: ન્યૂનત્તમ તાપમાન 15 ડિગ્રી

કચ્છમાં હજુ ઠંડીની ધાર તેજ બને તેવી શક્યતા નહિવત છે અને સોમવારે દિવસ દરમ્યાન જિલ્લાના ચારેય મથકોઅે મહત્તમ તાપમાનનો પારો 32.8 ડિગ્રીથી લઇને 35.8 ડિગ્રી વચ્ચે રહ્યો હતો અને ભુજ, કંડલા પોર્ટ અનુક્રમે પ્રથમ બે નંબરના ગરમ મથકો તેમજ રાત્રે નલિયા ન્યૂનત્તમ 15 ડિગ્રી તાપમાને રાજ્યનું બીજા નંબરનું ઠંડું મથક બની રહ્યું હતું.

જિલ્લામાં રાત્રે ફુલ ગુલાબી ઠંડી અનુભવાય છે પરંતુ શિયાળો હજુ વધુ ઠંડો બનતા વાર લાગશે કેમ કે, હવામાન વિભાગના નિષ્ણાંતોના કહેવા મુજબ અાગામી 5 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટા ફેરફાર નહીં થાય અેટલે કે, હજુ ઠંડી વધે તેવી શક્યતા નહિવત છે. વધુમાં વાતાવરણીય વિષમતા હજુયે યથાવત છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં અનુક્રમે નલિયા 32.8 ડિગ્રી, 15.0 ડિગ્રી, ભુજ 35.8 ડિગ્રી, 19.0 ડિગ્રી, કંડલા પોર્ટ 35.0 ડિગ્રી, 19.6 ડિગ્રી અને કંડલા અેરપોર્ટમાં 34.1 ડિગ્રી, 17.2 ડિગ્રી તાપમાન રહ્યું હતું. નોંધનીય છે કે, રાજ્યમાં ઠંડા રહેવામાં નલિયા રવિવારે શિરમોર રહ્યા બાદ સોમવારે પારો ઉંચકાતાં બીજા નંબરે રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...