ભુજમાં સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ દ્વારા 200 છાત્રાઅો રહી શકે તેવા ભીમરત્ન સમરસ કન્યા છાત્રાલયનું નિર્માણ કરવામાં અાવ્યું છે.તમામ જ્ઞાતિની 200 વિદ્યાર્થિનીઅો ભુજની વિવિધ શૈક્ષણિક સંસ્થાઅોમાં અભ્યાસ કરી શકે તેવા અાશયથી તેઅો અહીં રહી શકે તે માટે છાત્રાલયનું નિર્માણ કરવામાં અાવ્યું છે. અા છાત્રાલયનું લોકાર્પણ તા.14-5, શનિવારના બપોરે 3 કલાકે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.અાર. પાટીલના હસ્તે કરવામાં અાવશે. અાઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સંસ્થાના ટ્રસ્ટી મંડળ દ્વારા 75 ગામોના કુપોષિત બાળકોને દત્તક લઇને તે ગામોની અાંગણવાડીઅોમાં પોષણ કિટ અપાશે.
દિવ્યાંગોને સાધન સહાય તેમજ જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક રીતે મદદરૂપ થવા માટે સી.અાર. પાટીલની નોટબુક તુલા કરીને તેમના વજન બરાબરની નોટબુક સંસ્થા દ્વારા વિતરણ કરાશે. છાત્રાલયના ઉદ્દઘાટન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે અેમ ટ્રસ્ટના પ્રમુખ અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા, મંત્રી અરવિંદ લેઉઅા દ્વારા જણાવાયું છે. અા તકે વિધાનસભા અધ્યક્ષા ડો.નિમાબેન અાચાર્ય, સામાજિક ન્યાય અને અધિકારીતામંત્રી પ્રદિપ પરમાર, શિક્ષણમંત્રી કીર્તિસિંહ વાઘેલા સહિત કચ્છના રાજકીય, સામાજિક ક્ષેત્રના અગ્રણીઅો હાજર રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.