સુવિધામાં વધારો:સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ભીમરત્ન સમરસ કન્યા છાત્રાલયનું લોકાર્પણ કરાયું

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ સમાજની 200થી વધુ દિકરીઓ આ છાત્રાલયમાં રહી શકશે

મિરઝાપર ખાતે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ-ભુજ દ્વારા ભીમરત્ન સમરસ કન્યા છાત્રાલયનું નવસારીના સાંસદ અને ભાજપા પ્રદેશ સી.આર.પાટીલ દ્વારા લોકાર્પણ કરાયું.

અધ્યક્ષસ્થાનેથી પાટીલે જણાવ્યું હતું કે, છાત્રાલયનું નિર્માણ એ એક ખૂબ મોટું પગલું છે. અહીં કન્યાઓ રહીને ખૂબ જ અભ્યાસ કરીને આગળ વધશે તેવી શુભેચ્છા આપી હતી. સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા જે સેવા અને શિક્ષણ માટે કાર્યો કર્યા છે એ ખૂબ જ પ્રશંસાને પાત્ર છે. મહિલાઓને આગળ લાવવા માટે આપણે શિક્ષણને લગતી બધી જ પ્રવૃત્તિઓમાં આગળ રહેવું જોઈએ. દિવ્યાંગોને આ ટ્રસ્ટ દ્વારા સેવા આપવામાં આવે છે તેમને પણ બિરદાવી હતી. વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો. નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, સેવા એજ ધર્મ છે.

આ છાત્રાલયનું લોકાર્પણ થયું છે તેનાથી તમામ સમાજની બહેનોને સારૂં શિક્ષણ મળી રહેશે. આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ભીમરત્ન સમરસ કન્યા છાત્રાલયમાં વિવિધ સમાજની 200 થી વધુ બાળાઓને રહેવા માટેની સગવડો ઉભી કરવામાં આવી છે. આ છાત્રાલયમાં બધાજ સમાજની બાળાઓ શિક્ષણ લેશે અને આગળ આવશે તેવા તમામ પ્રયાસો કરવામાં આવશે. છાત્રાલયના મુખ્ય દાતા વિશ્રામભાઇ વરસાણી છે.

કચ્છ જિલ્લા પ્રભારી કિર્તીસિંહ વાઘેલા, ક્ચ્છ જીલ્લાના ધારાસભ્યો, સામાજીક ન્યાય સમિતી ચેરમેન કેશવજી રોશિયા, ભુજ નગરપતિ ઘનશ્યામભાઇ ઠકકર, અગ્રણી કેશુભાઈ પટેલ, દિલિપભાઇ દેશમુખ, ત્રિકમભાઇ છાંગા, સમાજ નવનિર્માણ ટ્રસ્ટના તમામ હોદેદારો,દાતાઓ તેમજ સર્વ સમાજના આગેવાનો અને નગરજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...