• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Bhachau's Ner Pabudada Temple Continues The Tradition Of Mass Naming Ceremony Of Children In New Year, 150 Children Were Named

સદીઓ જૂની પરંપરા:ભચાઉના નેર પાબુદાદા મંદિરે નવા વર્ષે બાળકોની સામુહિક નામકરણ વિધિ કરવાની પરંપરા યથાવત, 150 બાળકોના નામકરણ કરાયા

કચ્છ (ભુજ )એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભચાઉ તાલુકાની ઉત્તર-પશ્ચિમ દિશાએ આવેલા રણ કાંઠાના નેર ગામના પાબુદાદા મંદિરે કારતક સુદ એકમ હિન્દુ નવા વર્ષના દિવસે વર્ષ દરમિયાન જન્મેલા શિશુ બાળના નામકરણની અનોખી રસમ યોજાય છે. અંદાજિત 400 વર્ષ જૂની આ પરંપરા લોકોની શ્રદ્ધાના બળે યોજાતી રહી છે. આજે પણ જગ્યા પ્રત્યેની આસ્થા અતૂટ જોવા મળી રહી છે. જ્યાં નૂતન વર્ષના પ્રારંભે જગ્યાના ભુવાજી દેવસી ભગત દ્વારા 150 જેટલાં બાળકોના નામકરણ કરવામાં આવ્યા હતા. માનતાં પ્રમાણે પુત્ર જન્મની પ્રાપ્તિ થતાં ભાવિક માતા-પિતા અને વડીલો બાળ ગોપાલનું નામ જગ્યાના ભુવાજીના મુખેથી રાખે છે.

સામુહિક નામકરણ વિધિ છેલ્લા 400 વર્ષથી યોજાય છે
મુખ્યત્વે માલધારી રબારી સમાજના સ્થાનક પબુદાદાના મંદિરે સામુહિક નામકરણ વિધિ છેલ્લા 400 વર્ષથી યોજાતી રહી છે અને આ વખતે પણ 150 જેટલાં બાળ ગોપાલના નામ રાખવામાં આવ્યા હતા. આ પ્રસંગે હવે સર્વે સમાજના લોકો પણ પોતાના શિશુ બાળના નામ રાખવા અહીં પ્રાદેશિક વસ્ત્રમાં સજ્જ થઈ ખાનગી વાહનોના શણગાર સાથે પહોંચે છે. રબારી સમાજના લોકોની હાજરી તેમાં વિશેષ જોવા મળે છે. આ માટે પ્રથમ જગ્યાના મહંત ગાદી પર બિરાજમાન થતા વાલી પોતાના બાળકને તેમના સન્મુખ રડતું મૂકે છે. બાળકને મહંત હાથમાં લઈ પબુદાદાની મૂર્તિને નમન કરાવી નામ રાખે છે. આ પ્રકારે સવારથી બપોર સુધી નામકરણ વિધિ ચાલે છે. યથા શક્તિ ભાવિકો ગુપ્ત દક્ષિણા ભેટ ધરે છે. વર્ષો પહેલાં આ માટે હસ્ત બનાવટની ઘોડી ભેટ અપાતી તે હવે બંધ કરવામાં આવ્યું છે. અનોખી પરંપરામાં સામેલ થવા આસપાસના ગામની સાથે સમગ્ર કચ્છમાંથી ભાવિકો ઉંમટે છે.

અન્ય સમાચારો પણ છે...