જિલ્લામાં 1940 શિક્ષકોની ઘટ:સ્થાનિક શિક્ષકોની ભરતી માટે કચ્છના ધારાસભ્યો સમક્ષ ધા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટાટ ગ્રુપની કાયમી ઉકેલની માંગ

કચ્છ જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઅોમાં 1436 તો ગ્રાન્ટેડ પ્રા. શાળાઅોમાં 79, માધ્યમિકમાં 124 અને ગ્રાન્ટેડ માધ્યમિકમાં 61 તો ઉચ્ચ માધ્યમિકમાં 240 શિક્ષકોની ઘટ છે. જિલ્લા બહારના શિક્ષકો કચ્છમાં ટકતા નથી જેથી સ્થાનિક શિક્ષકોની ભરતી કરવા માટે કચ્છ ટાટ ગ્રુપ દ્વારા કચ્છના તમામ ધારાસભ્યો પાસે શિક્ષકોની ઘટ નિવારવા માંગણી કરવામાં અાવી છે.

જિલ્લાની સરકારી શાળાઅોમાં લોકલ ફોર વોકલના ધોરણે ખાસ ભરતીની બાબતમાં અમુક ઉમેદવારો કચ્છની શાળાઅોની પસંદગી કરતા નથી તો કેટલાક હાજર થતા નથી. તો અમુક હાજર થયા બાદ બદલી કરાવીને પોતાના વતનમાં જતા રહે છે. અામ કચ્છ જિલ્લામાં શિક્ષકોની કાયમી ઘટ રહે છે જેના કારણે બાળકોના ભવિષ્ય પર અસર પડે છે.

કાયમી ધોરણે ઉકેલ લાવવા માટે કચ્છ ટાટ ગ્રુપ દ્વારા જિલ્લાના ધારાસભ્યો પાસે રજૂઅાત કરી સ્થાનિક ભરતી અપાવી કચ્છના શિક્ષણે ન્યાય અપાવવા માંગણી કરી હતી. જિલ્લાની સ્થાનિક ભાષા, ટી.ઇ.ટી અને ટી.અે.ટી. પાસ શિક્ષકોની સ્થાનિક ભરતીની જોગવાઇ થાય જેથી કચ્છની સંસ્કૃતિનું સંરક્ષણ અને સવર્ધન થઇ શકે. શિક્ષકોની ઘટના પ્રશ્ન અંગે ઉચ્ચસ્તરે નિર્ણાયક રજૂઅાત કરી કચ્છના હિતમાં ન્યાય અપાવવાની ધા પણ નાખી હતી.

અન્ય સમાચારો પણ છે...