અંતિમ દિવસ:ચૂંટણી ફરજ પહેલા કચ્છના 3453 કર્મીઓએ મતદાનની ફરજ કરી અદા

ભુજએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અાજે ચૂંટણી કર્મીઅો માટે બેલેટથી મતદાનનો છે અંતિમ દિવસ
  • 1215 દિવ્યાંગો અને વૃધ્ધ મતદારોઅે લોકશાહી પર્વ મનાવ્યો

કચ્છમાં દિવ્યાંગો, વૃધ્ધો માટે ઘરબેઠા મતદાનની કામગીરી સંપન્ન થઇ ગઇ છે અને ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઅો માટે વિધાનસભાવાર મતદાનની કામગીરી ચાલી રહી છે. ચૂંટણીની ફરજ અદા કરતાં પહેલા બે દિવસ દરમ્યાન 3453 કર્મીઅોઅે મતદાન કરી લોકશાહી મહાપર્વમાં ભાગ લેવાની ફરજ અદા કરી છે અને અાજે કર્મચારીઅો માટે મતદાનનો અાખરી દિવસ છે.

જિલ્લાના 444 શતાયુ અેટલે કે, 100 વર્ષ કે, તેનાથી વધુ વયના મતદારો સહિત દિવ્યાંગો અને 80 વર્ષથી ઉપરના 1945 મતદારોઅે ઘરબેઠા મતદાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, જેના પગલે તંત્ર દ્વારા બે દિવસ મતદાન કુટીર સાથે અા કામગીરી સંપન્ન કરાઇ હતી. બે દિવસ દરમ્યાન જિલ્લાના 1215 વૃધ્ધ, દિવ્યાંગ મતદારોઅે મતદાન કર્યું હતું. ઉપરાંત મતદાનના દિવસે બૂથની કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઅો, પોલીસ સહિતના કર્મીઅો માટે તા.23-11થી બેલેટ પેપરથી મતદાનની કામગીરી અાદરાાઇ છે અને બે દિવસમાં 3453 કર્મચારીઅોઅે મતદાન કર્યું છે. અાજે શુક્રવારના કર્મચારીઅો માટે મતદાનનો અાખરી દિવસ છે.

કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં 15 ટીવી લગાવાયા : 27,28મીઅે કરાશે ટેસ્ટીંગ
પ્રથમ વખત જિલ્લાના 50 ટકા મતદાન મથકોઅે કેમેરા લગાવાશે અને તેનું વેબ કાસ્ટિંગ કરાશે. જે મતદાન મથકોમાં કેમેરા લગાવાશે તે મતદાન મથકો પર નજર રાખવા માટે જિલ્લા મથક ભુજમાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં વિધાનસભાવાર બે સહિત મોટા 15 ટીવી લગાવાશે, જે કોન્ફરન્સ હોલમાં લગાવી દેવાયા છે અને તેનું તા.27 અને 28 નવેમ્બરના ટેસ્ટીંગ કરાશે અેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી બી.કે. પટેલે જણાવ્યું હતું.

રાપરમાં કર્મચારીઓએ બેલેટ પેપરથી કર્યું મતદાન
ગુરૂવારના રાપર નગરપાલિકાના ટાઉન હોલ ખાતે રાપર તાલુકામાં ચૂંટણી કામગીરીમાં ફરજ બજાવતા રાજય અને કેન્દ્ર સરકારના કર્મચારીઓઅે બેલેટ પેપરથી મતદાન કર્યું હતું. ભચાઉ પ્રાંત અધિકારી બાલમુકુંદ સુર્યવંશી, રાપર તાલુકા મામલતદાર કે.આર. ચૌધરી, ભચાઉ તાલુકા મામલતદાર જે.એચ. પાનીના માર્ગદર્શન હેઠળ પોલીસ, હોમગાર્ડ, શિક્ષકો સહિત વિવિધ વિભાગોના કર્મચારીઅોઅે બેલેટ પેપરથી મતદાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...