ક્યારે સંપર્ક સધાશે?:અબડાસાનું બારા ગામ 9 દિવસ બાદ પણ સંપર્ક વિહોણું, લાઈટ-પાણી વિના લોકોની હાલત કફોડી બની

કચ્છ (ભુજ )3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સીમા સુરક્ષા દળના જવાનોએ રાહત સામગ્રી પહોંચાડી
  • બારા નદીમાં સતત પાણીનો પ્રવાહ ચાલું રહેતા માર્ગ નિર્માણ કાર્યમાં વિલંબ

કચ્છના અબડાસા તાલુકામાં અત્યાર સુધીમાં મોસમનો 485 મિલિમિટર વરસાદ નોંધાઇ ચુક્યો છે. તેમાં તાલુકાના બારા ગામ નજીક પ્રથમ વરસદમાંજ કોઝવે તૂટી પડતા 9 દિવસથી ગામ સંપર્ક વિહોણી સ્થિતિમાં મુકાયું છે. 100 પરિવારના ગામમાં લાઈટ પાણીની વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ છે. જ્યાં વહીવટી તંત્ર અને સુરક્ષા જવાનો દ્વારા રાહત સામગ્રી પહોંચાડવામાં આવી હતી. પરંતુ હજુ સુધી ગામનો સંપર્ક પૂર્વવત ના થતા લોકો પરેશાનીમાં મુકાયા છે. હાલ ગામના કોઝવે પર પુરુષો માર્ગ શરૂ થવાની આશ લગાડેલા બેઠા જોવા મળી રહ્યા છે.

તંત્ર દ્વારા તાકીદે નિર્ણય લેવાય તે જરૂરી
​​​​બારા ગામના સરપંચ કાનજીભાઈએ જણાવ્યું હતું કે વરસાદના કારણે નવ દિવસથી માર્ગ તૂટી પડતા ગામ હલાકીમાં મુકાયું છે. તાલુકાના ટીડીઓ અને મામલતદાર દ્વારા ઔપચારિક સામે છેડે મુલાકાત લેવામાં આવી છે. પરંતુ નદીમાં સતત પાણીનો પ્રવાહ ચાલુ હોવાથી કાચો માર્ગ પણ બની શક્યો નથી. રાંધણ ગેસના અભાવે ફરી ચૂલા પર રસોઈ કરવામાં આવી રહી છે. પાકો માર્ગ ક્યારે બનશે તે કહેવું હાલ અશક્ય લાગે છે. ભારે વરસાદના કારણે ગામ એકલું પડી જતા લોકોના અન્ય વ્યવહારો ઉપર પણ વ્યાપક અસર પહોંચી રહી છે. તંત્ર દ્વારા તાકીદના ધોરણે નિર્ણય લેવાય તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...