વીજળી ગુલ થતાં ખાતેદારો ભડક્યા:કોઠારાની બેન્ક ઓફ બરોડામાં વીજળીના અભાવે કામગીરી ઠપ્પ, વારંવાર થતી અસુવિધાને પગલે લોકોમાં રોષ

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોઠારા અને 25 જેટલા ગામના લોકોના આર્થિક વ્યવહારને અસર પડી રહ્યાની બૂમરાણ
  • અવારનવાર વીજળી બંધ હોવાનું જણાવી, સર્વર ડાઉન હોવાનું કહી લેવડદેવડ નથી કરાતી
  • સર્વર ડાઉન અને વીજ સમસ્યાને લઈ બગડતા કાર્યના સુધાર માટે યોગ્ય નિરાકરણની માગ

છેવાડાના અબડાસા તાલુકાના કોઠારા ગામે આવેલી બેન્ક ઓફ બરોડા બેન્કમાં ગઈકાલે બુધવારે સવારથી જ વીજ પુરવઠો બંધ હોવાથી દિવસભર ખાતેદારોના આર્થિક વ્યવહારને અસર પહોંચી હતી. સ્થાનિકોની સાથે આસપાસના ગ્રામીણ વિસ્તારમાંથી આવેલા ખાતેદારોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે બેન્ક કર્મચારીઓ દ્વારા અવારનવાર વીજળી બંધ હોવાનું જણાવી અથવા સર્વર ડાઉન હોવાનું કહી લેવડદેવડ કરવામાં આવતી નથી, જેના કારણે કલાકો સુધી બેન્ક બહાર સમય વેડફ્યા બાદ વગર કામ થયે પરત જવું પડે છે.

ગઈકાલ બુધવારે વીજળી ગુલ થઇ જવાની સમસ્યા ઉદ્દભવી હતી, જેનો ભોગ ગ્રામીણ લોકોને બનવું પડ્યું હતું. બેન્કના અધિકારી દ્વારા આ મામલે તાકીદે વીજ પ્રવાહની અવેજી ઉભી કરી બેન્કિંગનું કામકાજ થતું રહે એવી વ્યવસ્થા કરવાની માંગ લોકોએ કરી હતી.

સરકારી કર્મચારીઓ બાદ હવે સરકારી બેંકમાં પણ લોકોના કામકાજને અસર થતી હોવાની ફરિયાદ વચ્ચે અબડાસાના કોઠારામાં લોકોમાં આર્થિક વ્યવજાર વીજ પુરવઠાના અભાવે થઈ શક્યા ન હોવાની લાચારી લોકોએ દર્શાવી હતી. ગ્રામીણ વિસ્તારના ખાતેદાર ભાઈ બહેનોએ વારંવારની સર્વર ડાઉન અને વીજ સમસ્યાને લઈ બગડતા કાર્યના સુધાર માટે યોગ્ય નિરાકરણની માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...