તંત્ર હરકતમાં:ચાઇનીઝ તુક્કલના ઉત્પાદન, વેચાણ પર લદાયો પ્રતિબંધ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મકરસંક્રાતિને લઇને તંત્ર હરકતમાં
  • જિલ્લા સમાહર્તાઅે બહાર પાડ્યું જાહેરનામું

કચ્છમાં તા.5/1 થી તા.25/1 સુધી કોઇપણ વ્યકિતઓએ જાહેર રસ્તાઓ પર પતંગ ઉડાડવવા નહીં, હાથમાં લાંબા ઝંડા, વાંસના બંબુઓ, વાંસની પટ્ટીઓ, ધાતુનાં તારનાં લંગર કે વાંસ વગેરે લઇ કપાયેલા પતંગો તથા દોરા મેળવવા જાહેર રસ્તાઓ પર અથવા જગ્યાઓમાં દોડા-દોડી ન કરવા, ટેલીફોન કે, ઈલેકટ્રીકના તાર ઉપર લંગર (દોરી) ન નાખવા, જાનનું જોખમ થાય તે રીતે જાહેર રસ્તા કે, ભયજનક ધાબા ઉપર ચડીને પતંગ ન ઉડાડવા, લોકોને ત્રાસ થાય તે રીતે ખુબ જ મોટા અવાજે લાઉડ સ્પીકર ન વગાડવા, કોઇની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરીજનક લખાણો ન લખવા તાકીદ જાહેરનામા અન્વયે કરાઇ છે.

પ્લાસ્ટિક/સિન્થેટિક મરીટીયલ, ટોકસ્ટીક મટીરીયલ, લોખંડ પાઉડર, કાચ તથા અન્ય હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરી તૈયાર કરેલા, નોન-બાયોડીગ્રેબલ હોય તેવી દોરી/ચાઇનીઝ માંઝાના પાકા દોરા તથા પ્લાસ્ટિક ચાઇનીઝ બનાવટના ચાઇનીઝ દોરા, આયાતી દોરાનાં જથ્થાબંધ વેપાર તથા આયાત કરી ખરીદ, વેચાણ, સંગ્રહ અને વપરાશ તેમજ આવા દોરાના ઉપયોગ કરી પતંગો ઉડાડવા પર, ચાઇનીઝ લોન્ચર, ચાઈનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્નના જથ્થાબંધ વેપાર તથા આયાત કરી ખરીદ વેચાણ, સંગ્રહ અને વપરાશ કે, ઉપયોગ કે, ઉડાડવા પર પ્રતિબંધ કલેક્ટર દિલીપ રાણાએ લગાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...