પ્રતિબંધાત્મક આદેશો:આચારસંહિતનો ભંગ થાય તેવા ગ્રૂપ, બલ્ક SMS પર પાબંદી

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઇને પ્રતિબંધાત્મક આદેશો કરવામાં આવ્યા

વિધાનસભાની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને અાદર્શ અાચારસંહિતાનું પાલન થાય તે માટે પ્રતિબંધાત્મક અાદેશો જિલ્લા ચૂંટણી અધિકારી - કલેકટર દ્વારા કરાયા છે. વિધાનસભા સામાન્ય ચૂંટણીની મત ગણતરી તા.8/12ના થશે. મત ગણતરી મથકની આસપાસ સવારના 6 વાગ્યાથી મતગણતરી પૂર્ણ થયાના બે કલાક સુધી આદર્શ આચારસંહિતા અને કાયદોઅને વ્યવસ્થાની જાળવણી માટે મતગણતરી મથક અને તેની 200 મીટરની ત્રિજયાના વિસ્તારમાં 4થી વધુ વ્યકિતઓ એકઠા થઇ શકશે નહીં. સભા ભરી શકાશે નહી કે સંબોધી શકાશે નહીં અને સરઘસ કાઢી શકાશે નહીં.

વધુમાં કોઇપણ વ્યકિત વાહન લઇ જઇ શકશે નહીં, બાકસ, લાઈટર, ગેસ લાઈટર કે, અન્ય સળગાવી શકાય તેવા પદાર્થો કે, ચીજવસ્તુઓ લઇ જઇ શકશે નહીં કે તેનો ઉપયોગ કરી શકશે નહીં. મતગણતરીના દિવસે ઉમેદવારો કે, ઉમેદવારોના ટેકેદારો, રાજકીય પક્ષોના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થવા સંભવ હોય તેઓએ મતગણતરીની કામગીરીમાં કોઇ અડચણ ઉભી કરવી નહીં. તા.1/12ના મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી કોઇપણ વ્યકિતને પોલિટિકલ નેચર વાળા બલ્ક એસએમએસ મોકલી શકાશે નહીં.

મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર અર્થે જે તે મતવિસ્તારની બહારથી આવેલા રાજકીય ફંકશનરીઓ, પક્ષના કાર્યકરો, રેલી ફંડશનરી, પ્રચાર ફંકશનરીઓ વિગરે કે, જેઓ સંબંધિત મતવિસ્તારના મતદારો નથી તેઓએ ચૂંટણી પ્રચારનો સમય પૂર્ણ થયા બાદ એટલે કે, મતદાન પૂંરું થતાં સમયગાળા પહેલા 48 કલાકના સમયગાળામાં તે મત વિસ્તારમાં હાજર રહેવું નહીં.

તમામ મતવિસ્તારના ચૂંટાયેલા ધારાસભ્યો મતદાન પૂંરું થતાં સમયગાળા પહેલા 48 કલાકના સમયગાળામાં પોતે જે ચૂંટાયા હોય તે સબંધિત મતવિભાગમાં તેઓ જે તે મતવિભાગના મતદાર હોય કે ન હોય તો પણ ચૂંટણી પ્રચારમાં સામેલ ન થવાની શરતે જ રોકાઇ શકશે તેમજ ઉમેદવાર જે તે વિધાનસભા મતવિભાગ સિવાયના મુલાકાત લઇ શકશે નહીં.

મતદાનના પૂંરું થતાં સમયગાળા પહેલા 48 કલાકના સમયગાળામાં ઘેર ઘેર મુલાકાત લઈ ચૂંટણી પ્રચાર કરી શકાશે પરંતુ ઘેર ઘેર પ્રચાર વખતે એક સાથે વધુમાં વધુ 5 વ્યકિત જઇ શકશે. મતદાન પૂરું થતાં સમયગાળા પહેલા 48 કલાક ના સમયગાળામાં ઘેર ઘેર પ્રચાર વખતે કાર્યકરો, નેતાઓ, જેના પર પક્ષનું પ્રતીક હોય તેવી ટોપી, મફલર, પહેરી શકશે પરંતુ બેનર્સ પ્રદર્શિત કરી શકશે નહીં.

અન્ય સમાચારો પણ છે...