નખત્રાણામાં એક રેસ્ટોરન્ટ પર પ્રવાસી અઢી લાખ રોકડ અને 8 તોલા સોનાના દાગીના સાથેનો થેલો ભૂલી ગયા બાદ હોટલના માલિક દ્વારા મૂળ માલિકને થેલો પરત કરી પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
નખત્રાણાના આગમન ફૂડ પોઇન્ટ ખાતે ગત રાત્રે નારાયણ સરોવરના રહેવાસી બડાલા જુસબ હસન પરિવાર સાથે જમવા આવ્યા હતા. જ્યાં પરત જતી વેળાએ પોતાનો કિંમતી સામાન ભરેલો થેલો ભૂલીને જતા રહ્યા હતા. જે બેગ હોટલના સ્ટાફને મળી હતી. બેગને સ્ટાફ દ્વારા કાઉન્ટર પર જમા કરાવી દેવામાં આવી હતી. મળી આવેલી બેગમાં તપાસ કરતા તેમાં રૂ. 2.50 લાખ રોકડા અને સોનાના કિંમતી ઘરેણાઓ રાખેલા હતાં.
દરમિયાન અંદાજિત બે કલાક બાદ મૂળ માલિક ગભરાયેલી અવસ્થામાં બેગની શોધ માટે પહોંચી આવ્યા હતાં. આ સમયે હાજર હોટલના માલિક ભરત રૈયાણી અને કિશોર રૈયાણીએ સંભાળીને રાખેલી બેગ કાઉટરમાથી કાઢીને મૂળ માલિકને પરત આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.