સરહદી કચ્છ જિલ્લામાં નશીલા પદાર્થોનું સેવન અને વેંચાણ છેલ્લા કેટલાક વર્ષોથી વ્યાપકપણે વધી ગયું છે. આ અંગેના ચોંકાવનારા આંકડા વિધાનસભા ગૃહમાં પણ દર્શાવવામાં આવ્યા હતા. જોકે વિવિધ સલામતી તંત્ર દ્વારા નશીલા કારોબારને નેસ્તનાબુદ કરવા સમયાંતરે કાયદેસરની કાર્યવાહી થતી રહે છે. તેના વચ્ચે ભુજ શહેરના વાલ્મીકીનગરના રહેણાંક મકાનમાંથી 831 ગ્રામ ગાંજો પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો.
આ વિશે જાહેર કરાયેલી યાદી મુજબ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પો.હે.કો. નિલેશભટ્ટ તથા પો.હે.કો અનિરૂધ્ધસિંહ રાઠોડનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે મળેલી બાતમી અન્વયે પારસ રમેશગર ગુંસાઈ રહે-વાલ્મીકીનગર લોટસ કોલોની પાછળ ભુજ વાળાના રહેણાંક મકાનમાં ગેરકાયદેશર રીતે રાખેલો માદક પદાર્થ ગાંજો જેનું વજન 831 ગ્રામ કિ.રૂ.8310/-નો તથા ભારતીય બનાવટનો પરપ્રાંતીય દારૂની બોટલ નંગ-૦2 ડિ.2 હજાર તથા તીક્ષ્ણ ધાર વાળી છરી નંગ-૨ એમ કુલ રૂ. 10 હજાર 310નો મુદામાલ કબ્જે લઈ ફરાર આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ સહિતના ત્રણ ગુના દાખલ કરવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.