આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ હર દિન હર ઘર આયુર્વેદ અભિયાન અંતર્ગત સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, આયુષ કચેરી, આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત તથા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ભુજ દ્વારા શહેરમાં આયુષ મેળો યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારાએ આરોગ્યલક્ષી કાર્યક્રમનો બહોળા પ્રમાણમાં લોકોને લાભ લેવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે, આયુર્વેદ પરંપરાએ વિશ્વને ભારતીય વૈદિક સંસ્કૃતિએ આપેલી અમૂલ્ય ભેટ છે. જેને દરેક ભારતીય લોકો જાણે અને નિયમિત જીવન શૈલીમાં અપનાવે તે જરૂરી છે. આ પ્રસંગે ભુજ મત વિસ્તારના ધારાસભ્ય કેશુભાઇ પટેલે જણાવ્યું હતું કે, આયુર્વેદ આપણા રસોડામાં જ રહેલું છે ત્યારે તેને જીવનનો એક ભાગ બનાવવાથી અનેક રોગથી બચી શકાય છે.
બિમારીથી કેમ બચી શકાય તે જીવનશૈલી આયુર્વેદ જણાવે છે. કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન કરશનજી જાડેજા, સિવિલ સર્જન કશ્યપ બુચ, જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.પવનકુમાર મકરાણી, ડો. બર્થાબેન પટેલ, અન્ય આયુર્વેદીક ડોકટર ,મેડીકલ સ્ટાફ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
દિવસભર ચાલેલા પ્રદર્શન-મેળાનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ પ્રસંગે પધ્ધર પ્રાથમિક શાળાના બાળકોએ યોગના આસનો પ્રદર્શિત કરીને યોગ કરવા લોકોને અપીલ કરી હતી. તેમજ આયુર્વેદ સારવાર મેળવીને સ્વસ્થ થયેલા દર્દીઓએ પોતાના પ્રતિભાવ લોકોને જણાવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.