ભૌગોલિક રીતે વિશાળ વિસ્તાર ધરાવતા કચ્છમાં આપતકાલિન સંજોગોવસાત તાત્કાલિક સારવાર મળે તે માટે ભુજમાં 100 પથારી સાથેનું ક્રિટિકલ સેન્ટર મંજૂર કરાયું હતું જેની ગતિવિધિ શરૂ થાય તે પૂર્વેજ આ કેન્દ્રને ગાંધીધામ ખસેડવાની તજવીજ હાથ ધરાઇ રહી હોવાની રજૂઆત રાજ્યના આરોગ્યમંત્રી સમક્ષ કરાઇ છે.આ બાબતે ભુજ ડેવલોપમેન્ટ કાઉન્સિલે પાઠવેલા પત્રમાં જણાવાયું હતું કે, ભુજ પાટનગર હોવા ઉપરાંત જિલ્લાની મધ્યમાં આવેલું છે.
બન્ની-પચ્છમ જેવા અંતરિયાળ વિસ્તારના દર્દીઓને નજીક થાય તે છે.સરહદ નજીક હોતાં તાત્કાલિક સારવાર આપી શકાય તેવી હોસ્પિટલ આવશ્યક હોવાથી ભુજમાં 100 પથારી સાથેનું ક્રિટિકલ સેન્ટર શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો પણ ભુજમાં સ્થળ ન હોવાનું બહાનું ધરીને કેન્દ્રને ગાંધીધામ ખસેડવાની હિલચાલ થઇ રહી છે.
ભુજની જૂની જ્યૂબિલી હોસ્પિટલમાં ક્રિટિકલ સેન્ટર ચાલુ થઇ શકે તેમ છે આ ઉપરાંત સેડાતા પાસે આવેલી ટી. બી. હોસ્પિટલમાં પણ વિશાળ જગ્યા છે ત્યાં ક્રિટિકલ સેન્ટર શરૂ કરી શકાય તેમ છે. આસપાસના મોટી સંખ્યામાં આવેલા ગ્રામ્ય વિસ્તારો સાથે ભુજ સંકળાયેલું છે અને મોટા ભાગે દર્દીઓ અહિંજ આવે છે તેને નજર સમક્ષ રાખતાં ક્રિટિકલ સેન્ટરને ગાંધીધામ ખસેડવાનો નિર્ણય યોગ્ય નથી તેવી રજૂઆત કાઉન્સિલના અવનિશ જે. ઠક્કરે કરતાં આપતકાલિન કેન્દ્રને ભુજમાં જ શરૂ કરવાની માગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.