જાનથી મારી નાખવાની ધમકી:વ્યાજખોરની ફરિયાદ કરનાર યુવાન પર શહેરમાં 2 સ્થળે હુમલો

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બંને પક્ષે થયેલી મારામારીમાં 5 જણા સામે સામ-સામે ફરિયાદ નોંધાઇ

વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવનારા યુવાનને માર મારવામાં આવતા સામસામે ગુનો દાખલ કરાયો છે. ઓરીઅન્ટ કોલોનીમાં રહેતા વસિમ હસનઅલી યમનીએ મેન્ટલ હોસ્પિટલ પાસે રહેતા આરોપી ઇમરાન ઉર્ફે ઇલો જાફર સમા પાસેથી મીટર પર રૂ.10 હજાર લીધા હોઈ તે પેટે 30,200 ચૂકવવા છતાં આરોપી દ્વારા પઠાણી ઉઘરાણી ચાલુ રાખવામાં આવતા તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

જે વાતનું મનદુઃખ રાખીને ફરિયાદી વસીમ જ્યારે પોતાના મિત્રો સાથે વિડી સમીપે ઇન્દિરાબાઈ પાર્ક પાસે બેઠા હતા ત્યારે ઍક્સેસ ગાડી લઈને ઇમરાનનો મિત્ર હિરેન ઉર્ફે હનુમાન ડાભી (રહે.દરજી કોલોની) અને ખલીલ ઉર્ફે લાલી અન્સારી (રહે.મેન્ટલ હોસ્પિટલ સામેં) વાળા બંને જણા આવ્યા અને ફરિયાદીને ધકબુશટનો માર મારવા સાથે છરી વડે ઘસરકો માર્યો હતો.

મારામારી દરમ્યાન લોકો ભેગા થઈ જતા આરોપીઓ નાસી ગયા હતા.ફરીયાદીને ઇજાઓ થઈ હોવાથી તે જી.કે.મા સારવાર માટે ગયા ત્યારે ખલીલ અંસારીની સારવાર પણ ચાલુમાં હોવાથી તેની માતા અને મોટો ભાઈ ખાલીદ ત્યાં હાજર હતા અને વસિમને માર મારવા લાગતા હોસ્પિટલના સિક્યુરિટી કર્મચારીઓએ વચ્ચે પડી વસિમને બચાવ્યો હતો. જેથી ચારેય જણા સામે મારામારીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

દરમ્યાન ખલીલ મહોમદ મુસ્તફા અંસારીએ પ્રતિ ફરિયાદ વસીમ યમની સામે નોંધાવતા જણાવ્યું કે,આરોપીએ ઇમરાન સામે વ્યાજવટાવની ખોટી ફરિયાદ આપી હોવાથી ફરિયાદીને લાગી આવતા તે આરોપીને મારવા ગયા ત્યારે તેણે ફરીયાદીને ગાળો આપી ધકબુશટનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ભુજોડી અને મકરાવાંઢમાં પણ મારામારી
ભુજોડી ગામે મફતનગરમાં લગ્નપ્રસંગે આયોજીત દાંડિયારાસમાં વિડિઓ ઉતારવા બાબતે રમેશ મારવાડા નામના યુવાનને અમુક માણસોએ માર માર્યો હતો જ્યારે લખપતના મકરાવાંઢ ગામે જુસબ રમજાન સોટા નામના યુવાનને અલીમામદ હસન,હસન લખા, હુસેન હસન,ઇસ્માઇલ હસન અને જાફર હસને માર મારી કુહાડીનો ઘા માર્યો હોવાનું હોસ્પિટલ ચોકીની એમએલસી પરથી જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...