છબરડો:યુનિ.ના TY-B.comમાં 1052 છાત્રોને ATKT ,140ને એકાઉન્ટમાં ઝીરો !!

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘણા વિદ્યાથીઓને વિષયમાં 1 કે 2 ગુણ જ અપાયા
  • ઉમેદવારોએ યુનિ.માં રાવ આપી તો કહેવાયું,ફેરચકાસણી માટે અરજી આપી દયો

કચ્છ યુનિવર્સિટી દ્વારા હાલમાં વિવિધ પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવી રહ્યા છે ત્યારે બુધવારે ટીવાય બીકોમના અંતિમ સેમેસ્ટરના પરિણામ પણ જાહેર કરવામાં આવ્યા છે.જેમા અડધોઅડધ ઉમેદવારને એટીકેટી આવતા હોબાળો મચી ગયો છે અને ભોગગ્રસ્ત ઉમેદવારો દ્વારા આ બાબતે યુનિવર્સિટી સામે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.

ટી.વાય.બી.કોમમાં સેમેસ્ટર 6 ની રેગ્યુલર પરીક્ષામાં કુલ 2347 ઉમેદવારના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં નવાઈ વચ્ચે ખાલી 1325 ઉમેદવાર જ પાસ થતા 55.74 ટકા રિઝલ્ટ આવ્યું છે જ્યારે અધધ 1052 છાત્રોને એટીકેટી આવી હોવાનું દર્શાવવામાં આવ્યું છે.સૂત્રોએ જણાવ્યું કે,એટીકેટી ધરાવતા વિદ્યાથીઓ પૈકી 140 છોકરાઓને એકાઉન્ટ વિષયમાં ઝીરો માર્ક્સ આવ્યા છે તેમજ અન્ય વિષયોમાં માત્ર 1 કે 2 માર્ક્સ જ આપવામાં આવ્યા છે.છાત્રો જણાવે છે કે 'આ અશક્ય વાત છે,અમે પેપર લખ્યું એ પ્રમાણે આવું રિઝલ્ટ ન આવવું જોઈએ'.

વિદ્યાથીઓએ રોષભેર જણાવ્યું કે,યુનિવર્સિટીના રિઝલ્ટમાં છબરડો આવ્યો છે પણ તેઓ ભૂલ સ્વીકારતા નથી.અમે આ બાબતે યુનિવર્સિટીમાં ફરિયાદ કરી તો તેઓ દ્વારા કહેવાયું કે,ફેર ચકાસણી માટે અરજી આપી દયો.

એકસટર્નલ કોર્સમાં 42 પાસ અને 54ને ATKT
દરમ્યાન એકસટર્નલ કોર્સના પરિણામ પણ જાહેર કરવામાં આવ્યા છે જેમાં કુલ 128 પૈકી 96 વિદ્યાથીઓના રિઝલ્ટ જાહેર કરાયા છે.જેમાં 42 પાસ અને 54ને ATKT આવી હોવાનું જાહેર કરાયું છે.એ કેટેગરીમાં માત્ર 2 જ વિદ્યાથીનો નંબર આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...