વિવાદ શરૂ:બાંધકામ સમયે દુકાનોનું આયુષ્ય 30 વર્ષનું તો 99 વર્ષની લીઝ પર કેમ આપી શકાય ?

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાડાની વાણિજ્ય સંકુલની હરાજીની કામગીરી થતાં જ વિવાદ શરૂ
  • અમે તે સમયના ઠરાવને અનુરૂપ 99 વર્ષ સુધી લીઝ પર આપવા નિર્ણય લીધો છે : સીઈઓ, ભાડા

બે દિવસ અગાઉ રાવલવાડી રિલોકેશન સાઇટ વાણિજ્ય સંકુલની હરાજીની કામગીરી હાથ ધરવામાં આવી, ખરીદનાર પાર્ટી બમણા ભાવ ભરીને લીઝ પર લેતા થયા, ત્યાં તાંત્રિક ક્ષતિઓ હોવાનું જણાવી હરાજી તાત્કાલિક અસરથી સ્થગિત કરવા રજૂઆત કરાઈ છે.\n\nકલેકટરને ગત 17 એપ્રિલના લેખિતમાં રજૂઆત કરીને સમાજવાદી પાર્ટીના ઉપપ્રમુખ ઈશ્વર દાદલાણીએ આક્ષેપ કર્યો છે કે, હરાજીમાં મુકાયેલી બિલ્ડીંગો ખખડધજ થઈ ગઈ છે, જેની આયુષ્ય 30 વર્ષ હોય છે જે આશરે 2038-39 માં પૂરી થશે ત્યારે ભાડા 99 વર્ષની લીઝ પર આપી જ ન શકે.

ત્રણેય સાઈટના મૂળ લીઝધારક ક્યુબ કંસ્ટ્રકશન દ્વારા ટેન્ડરની શરતો મુજબ ત્રીસ વર્ષ સુધી મરામત અને જાળવણી કરવાની હોય. પરંતુ બારી બારણા ચોરી થઈ ગયા હતા તેમજ ખસ્તા હાલતમાં છે. તે કામ પૂર્ણ કરાવવુ જોઈએ. ઉપરાંત દરેક સાઇટ પર ભરેલ ટકા પ્રમાણે આગળના ભાગમાં ગ્રાઉન્ડ અને પ્રથમ માળની દુકાનો અને ઓફિસો ભાડા કચેરીને સુપરત કરવાની હતી અને બાકી કામના સાહસિકે રાખવાની હતી તેના માટે સરકાર પક્ષે કોઇ પણ ચૂકવણું કરવાનું નહોતો.

આમ કુલ 30 વર્ષ માટે બાંધકામ અને મરામત માટે લીઝ પર આપેલી છે. માટે હાલે તમારા ઈ-ઓકશન ટેન્ડર સ્થગિત કરવાની કાર્યવાહી હાથ ધરી સૂચિત સુધારા કરવા તેમજ 30 વર્ષ પૈકીની બાકી બચેલ સમય માટે જ લીઝની ગણતરી કરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જો કે આ અંગે ભાડાના મુખ્ય કારોબારી અધિકારી અતિરાગ ચાપલોતે જણાવ્યું કે, અમે અન્ય સત્તામંડળ દ્વારા કરાતી પ્રક્રિયા, ભુજની ભાડાના દરેક વાણિજ્ય સંકુલના ઠરાવ જેમાં 30 વર્ષ આયુષ્ય નિર્ધારિત કરવામાં આવી હતી, તે 99 વર્ષના લીઝ ભાડાપટ્ટે આપવા કરવામાં આવ્યો છે, તે સર્વેનો અભ્યાસ કરીને જ હરાજી કરી છે.

કોઈ નિયમ ભંગ નથી. અમે એફ એસ આઈ (ફ્લોર સ્પેસ ઇન્ડેક્ષ) 99 વર્ષના લીઝ પર આપીએ છે. જે નિયમને આધીન છે. કોઈપણ સરકારી મિલકત બને તો તેની આયુષ્ય નિર્ધારિત કરવામાં આવે, પણ તેનો મતલબ એ પણ નહિ કે, ત્યારબાદ તે નષ્ટ થઈ જશે. આ મુદ્દત બાદ જે તે મિલકતમાં ફેરફાર કે સુધારા વધારા હોય તો થઈ શકે. હાલ જે 123 દુકાનો લીઝ પર અપાશે, તેની સીડબ્લ્યુએ ( વાણિજ્ય વેલ્ફર એસોસિએશન) પણ બનશે, જે તેના વિકાસ માટે સૂચન આપશે. તે મુજબ પૂર્તતા કરાશે.

અન્ય સમાચારો પણ છે...