સમગ્ર દેશમાં વસતા ગુજરાતી સમાજ માટે કાર્યશીલ અખિલ ભારતીય ગુજરાતી સમાજ પ્રેરિત વ્યક્તિ વિશેષ બહુમાન કાર્યક્રમ મહારાષ્ટ્રની અન્ય ગુજરાતી સંસ્થાઓનાં સહકાર સાથે રાજ્યના થાણા ખાતે યોજાયો હતો. જેમાં વિવિધ ક્ષેત્રે યોગદાન આપતાર 82 જેટલા સમાજસેવકોનું વિશેષ સન્માન કરી સિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય સહિતના અન્ય સેવાભાવી લોકોને આવરી લેવાયા હતા.
અખિલ ભારતીય ગુજરાતી સમાજ દ્વારા આ આયોજન મહારાષ્ટ્રના થાણા ખાતે એન.કે.ટી. કોલેજના સભગૃહમાં આયોજિત કરવામાં આવ્યો હતો. તેમાં ભુજના ધારાસભ્ય અને વર્ષોથી રાજીકીય ક્ષેત્રે રહી સમાજ સેવા કરતા ડો. નીમાબેન આચાર્યને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનવા બદલ સંસ્થા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની સાથે દેશના અલગ અલગ પ્રાંતમાં વિકટ પરિસ્થિતિ વચ્ચે લોકો માટે કામ કરનાર વ્યક્તિઓને બહુમાન અપાયું હતું.
સમગ્ર વિશ્વમાં વસતા ગુજરાતી લોહાણા સમાજની માતૃ સંસ્થા લોહાણા મહાપતિષદના પ્રમુખ સતિષભાઈ વિઠલાણીની ઉપસ્થિતીમાં સૌરાષ્ટ્ર ટ્રસ્ટ સંચાલિત જન્મભૂમિ ગુપ ઓફ ન્યુઝ પેપરના પત્રકાર અને વાગડ વિસ્તારમાં છેલ્લા 50 વર્ષથી લોક પ્રશ્નોને વાચા આપનાર મનસુખ કે. ઠક્કરનું શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. દરેક વ્યક્તિ વિશેષ દ્વારા કરવામાં આવેલી સમાજ સેવાનો ટૂંક પરિચય આપવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્રના થાણા ખાતે વ્યવસાય અને શેક્ષણિક ક્ષેત્ર સાથે નાના મોટા અખબારો માટે સેવા આપનાર વરિષ્ઠ પત્રકાર મગનલાલ ઠક્કર કે જેઓ કચ્છ વાગડ લોહાણા મહાજનમાં પ્રમુખ પદે સેવા આપી ચુક્યા છે અને મહારાષ્ટ્રમાં ગુજરાતી સમાજ માટે કામ કરતા રહ્યા છે. તેમનું પણ બહુમાન કરાયું હતું. તેમના સન્માન બદલ તેમણે ઉપસ્થિત જન સમૂહ અને આયોજક સંસ્થાનો આભાર માની પોતાની પત્રકારીતા માટે ભચાઉના વરિષ્ઠ પત્રકાર-લેખક મનસુખભાઇ ઠકકરને શ્રેય આપ્યો હતો. આ સાથે મુંબઈ દૈનિક ભાસ્કરના સિનિયર રિપોર્ટર વિપુલેશ વૈદ્ય અને ઝી 24 કલાક ન્યૂઝના કચ્છના બ્યુરો ચીફ રાજેન્દ્ર ઠકકરનું પણ સંસ્થા દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ સિવાય કોરોનાકાલ દરમ્યાન સમગ્ર ગુજરાતમાં મેડિકલ, જાહેર સેવા અને સ્વૈચ્છિક સંસ્થાઓના માધ્યમથી સેવા આપનાર 25 જેટલા પ્રતિનધીઓનું પણ ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અખિલ ભારતીય ગુજરાતી સમાજના પ્રમુખ રમેશ દત્તાણી, મંત્રી વિનોદ માણેક, થાણાના ધારાસભ્ય સંજય કેલમ, થાણા ભાજપ પ્રમુખ નિરંજન દાનખરે, મુલુન્ડ લોહાણા મહાજન પ્રમુખ માયાબેન કોઠારી, કચ્છ વાગડ લોહાણા મહાજન મંડળ-મુંબઈના પ્રમુખ વસંત માણેક, મીનાબેમ એમ. ઠક્કર સહિતના સમાજ અગ્રણીઓના હસ્તે સમજસેવી લોકોનું બહુમાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન નિકિતા ઠકકર અને આભાર વિધિ રોહિત ઠક્કરે કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.