સિક્યુરીટી બંગડી પહેરેના નારા લગાવ્યા:રાત્રે તબીબને ઝીંકાયો લાફો, ડોક્ટર્સની હડતાળ

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બુધવારે જીકે જનરલ હોસ્પિટલમાં થયો ડખો
  • દર્દીના સગાએ લાફો મારતા તાલીમી તબીબો રાત્રે જ ધરણા પર બેસી ગયા, મામલો પોલીસમાં

જીકે જનરલ હોસ્પિટલના ઓથોર્પેડિક વિભાગમાં દાખલ કરાયેલા દર્દીને સારવાર આપવા મુદ્દે બુધવારે રાત્રે હોસ્પિટલમાં તબીબ અને દર્દીના સ્વજન વચ્ચે બોલાચાલી થવા પામી હતી. જેમાં ઉશ્કેરાઇને દર્દીના સગાઅે ઇન્ટર્ન તબીબને બે લાફા ઝીંકી દેતા મામલો ગરમાયો હતો. બનાવની જાણ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબોને થતા તેઓ તાત્કાલિક ભેગા થઇ ગયા અને અવાર નવાર બનતી આવી ઘટનાઓનો વિરોધ કરી વીજળીક હળતાલ પર નિવાસી તબીબો ઉતરી ગયા હતા.

હોસ્પિટલમાં તબીબ અને દર્દીના સ્વજન વચ્ચે બોલાચાલી
આ અંગે સ્થાનિકેથી પ્રાપ્ત અહેવાલ પ્રમાણે 9 વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. જેમાં દર્દીના સગાએ ઇન્ટર્ન તબીબ એવા યુવકને બોલાચાલી બાદ બે લાફા ઝીંકી દીધા હતા. સામે પક્ષે તબીબે પણ પલટવાર કર્યો હોવાનો આરોપ મૂકાયો હતો.

તબીબો ભેગા થઇ ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો
બનાવને પગલે હોસ્પિટલમાં ફરજ બજાવતા 120 જેટલા તાલીમી તબીબો ભેગા થઇ ગયા અને ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો તેમજ બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. અવાર નવાર તબીબ પર હુમલાની બનતી ઘટનાને પગલે સિક્યુરીટી વ્યવસ્થા પર રોષ ઠાલવી સિક્યુરીટી બંગડી પહેરે હાય, હાયના નારા હોસ્પિટલ પરિસરમાં લગાવવામાં આવ્યા હતા. જોકે બાદમાં મોડી રાત્રે સામેવાળા દર્દીના સ્વજનોએ ગેરવર્તન બદલ માફી માંગી હોવાનું પણ જાણવા મળ્યું હતું. અલબત કાયદાકીય પગલા લેવા હોઇ બન્ને પક્ષના લોકો બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...