નિર્ણય:જીકેમાં દર્દીઓને કાપડની થેલીમાં આરોગ્યલક્ષી સામગ્રી અપાશે

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાર્મસી વિભાગે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે કર્યો નિર્ણય

ભુજની અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં ઓપરેશન કે અન્ય રોગની સારવાર માટે દાખલ દર્દીઓને વોર્ડમાં જ જરૂરી આરોગ્યલક્ષી સાધન-સામગ્રી અને દવાઓ પ્લાસ્ટિકની થેલીમાં આપવાને બદલે કાપડની થેલીમાં આપવાનો પર્યાવરણલક્ષી નિર્ણય હોસ્પિટલના ફાર્મસી વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે.

આજે પાંચમી જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવાતા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પશુઓ સહિત મનુષ્યના આરોગ્યને પણ હાનિકારક સાબિત થતા પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાના ભાગરૂપે હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ટૂંક સમયમાં ફાર્મસી વિભાગ મારફતે કાપડની થેલી આપવાનું શરૂ કરવામાં આવશે એવું ફાર્મસી વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

હોસ્પિટલમાં વિવિધ હેતુઓ માટે આવતા કાપડના ઉપયોગ બાદ એમાથી બચતા કાપડની (દોઢ બાય એકની)થેલી બનાવી દાખલ થયેલા દર્દીઓને એ થેલીમાં સ્થળ પર ઉપયોગ કરવા માટે દવા ઈંજેકશન તેમજ અન્ય સર્જીક્લ સરંજામ આપવાનો ઉપયોગ કરવામાં આવશે અને આ જ થેલીનો બીજા દર્દીઓ માટે પણ ઉપયોગ કરી શકાય તેવી વ્યવસ્થા રાખવામા આવી છે.

આ સાથે ફાર્મસી વિભાગના હેડ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કે, જેમ આપણી સાથે મોબાઈલ રાખીએ છીએ તેમ એક કાપડની થેલી દરેકે રાખવી જોઈએ જેથી પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી શકાય. આ કાપડની થેલી ભુજ સ્થિત અદાણી સ્કિલ ડેવલોપમેન્ટના સિલાઈ વિભાગ દ્વારા બનાવી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...