વિધાનસભા ચૂંટણીની આચારસંહિતાને લઈને સમગ્ર કચ્છ જિલ્લામાં પોલીસ સહિતની એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે રોકડની હેરફેર અટકાવવા માટે ભુજ એરપોર્ટ પર પણ ઇન્કમટેક્સ વિભાગની ટુકડીએ ચેકિંગ શરૂ કર્યું છે.
વિશ્વસનીય સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું કે, હાલમાં આચારસંહિતાને પગલે એરપોર્ટ પર દરરોજની ભુજ, અમદાવાદ અને મુંબઈની ફ્લાઈટની સાથે ખાનગી ચાર્ટર્ડ પ્લેન અને હેલિકોપ્ટર પણ આવી રહ્યા છે ત્યારે આ ખાનગી વિમાનોમાં રોકડ સહિતની સંદિગ્ધ વસ્તુઓની હેરાફેરી ન થાય તેમજ ચૂંટણીને લગતા અન્ય કોઈ સામાનની હેરફેર ન થાય તે માટે ઇન્કમટેક્સ વિભાગની ખાસ ટુકડીને એરપોર્ટ પર જવાબદારી સોંપવામાં આવી છે.
તેઓ દ્વારા ખાસ કરીને જે વ્યક્તિઓ પ્રાઇવેટ ચાર્ટડમાં આવી રહ્યા છે તેઓના વિમાનની અને સામાનની ચકાસણી કરવામાં આવે છે તેમજ રૂટીન ફ્લાઈટમાં આવતા અને શંકાસ્પદ જણાતા મુસાફરોની બેગ ચકાસવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.બે અધિકારીઓને આ માટે ખાસ જવાબદારી અપાઈ હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.