નિરીક્ષણ:વિધાનસભાની સમિતિએ માંડવી હોસ્પિટલની મુલાકાત લીધી

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલના જુદા જુદા વિભાગોનું નિરીક્ષણ કર્યું

કચ્છના બે દિવસના પ્રવાસે આવેલી વિધાનસભાની સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના કલ્યાણ માટેની સમિતિએ બીજા દિવસે સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ માંડવીના જુદા જુદા વિભાગની મુલાકાત લીધી હતી.

સમિતિના પ્રમુખ અને ધારાસભ્યઓએ હોસ્પિટલના ઓપીડી વિભાગ, ઈમરજન્સી સેવા વિભાગ, ઓપરેશન થિયેટર, એન્ટિનેટલ વોર્ડ અને હોસ્પિટલની અત્યાધુનિક સુવિધાઓની વિગતે જાણકારી તબીબી અધિકારીઓ પાસેથી મેળવીહતી. સમિતિના સભ્યોએ દાખલ દર્દીઓ સાથે સંવાદ કરીને સારવારને લઈને તેમના અભિપ્રાય મેળવ્યા હતા.

ઓક્સિજન પ્લાન્ટ સાથે વૈકલ્પિક ઓક્સિજન સુવિધાઓ વિશે સમિતિના સભ્યોએ વિગત પ્રાપ્ત કરી હતી. આ ઉપરાંત, હોસ્પિટલમાં મહેકમ કેટલું છે તેના વિશે સમિતિના સભ્યોએ વિગતે જાણકારી મેળવી હતી. હોસ્પિટલમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકોને હોસ્પિટલમાં અપાતી રાજ્ય સરકારની વિવિધ આરોગ્યલક્ષી યોજનાકીય સહાય અંગે વિગતો મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...