નિરીક્ષણ:જી.કે.જનરલ હોસ્પિટલની સુવિધા અંગે વિધાનસભા સમિતિએ સંતોષ વ્યકત કર્યો

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારની વિવિધ યોજનાની અમલવારી અંગે સમિતિએ નિરીક્ષણ કર્યું

કચ્છના બે દિવસના પ્રવાસે આવેલી વિધાનસભાની સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના કલ્યાણ માટેની સમિતિએએ પ્રથમ ચરણમાં અદાણી સંચાલિત જી.કે.જનરલની મુલાકાત લઇ જુદા જુદા વિભાગોનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવી હતી.

સમિતિના પ્રમુખ અને ધારાસભ્ય શંભુજી ઠાકોરે હોસ્પિટલમાં માં-કાર્ડ, આયુષ્યમાન કાર્ડ ઉપરાંત ગરીબોને અપાતી રાજય સરકારની યોજના અંગે સંતોષ વ્યકત કર્યો હતો. સમિતિના અન્ય સભ્યોએ ઈમર્જન્સી, રેડિયોલોજી સહિતના જુદા જુદા વિભાગની મુલાકાત લઇ હોસ્પિટલની કામગીરીથી પ્રભાવિત થયા હતા. હોસ્પિટલની મુલાકાતે આવનાર અન્ય સભ્યોમાં સમિતિના સભ્યો અને ધારાસભ્યો સર્વ રઘુભાઇ દેસાઇ, ઠાકોર ગેનીબેન, ઠાકોર અજમલજી, રાજેન્દ્રસિંહ ઠાકોર, પુરૂષોત્તમ સાબરિયા, ભીખાભાઇ બારૈયા, અરવિંદ રાણા અને ભરતભાઇ પટેલનો સમાવેશ થાય છે.

સમિતિના પ્રમુખ તેમજ અન્ય સભ્યોએ હોસ્પિટલમાં રોજેરોજની ઓ.પી.ડી., રેડિયોલોજી, કુપોષિત બાળકો, ટી.બી.ના દર્દીઓ અને હાલમાં કોરોનાની પરિસ્થિતિ અને હોસ્પિટલની સર્વાંગી કામગીરી અંગે જાણવા માંગેલી માહિતી સંદર્ભે જી.કે.જનરલના મેડિકલ ડાયરેકટર ડો.બાલાજી પિલ્લઇ, ચીફ મેડિકલ સુપ્રિ.ડો.નરેન્દ્ર હિરાણી તેમજ સિવિલ સર્જન ડો.કશ્યપ બુચે વિગતવાર માહિતી આપી હતી. આ પ્રસંગે સભ્યો અને જિલ્લા વહીવટી તંત્રના આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે રહયા હતા.

માતાના મઢ અને નારાયણ સરોવરની મુલાકાત લીધી
આ સમિતિએ કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાનામઢ અને નારાયણ સરોવર અને કોટેશ્વર મંદિરની મુલાકાત લઇ દર્શન કર્યા હતા. અહીં રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...