ઓલ ઇન્ડિયા મજલિસે ઇતેહાદુલ મુસ્લિમીન ( AIMIM)ના વડા અસદુદિન ઓવૈસી કચ્છની મુલાકાતે આવ્યાં છે. ત્યારે આજે બીજા દિવસે ભૂજ તાલુકાના સરહદી રણ વિસ્તારમાં આવેલા હાજીપીર સ્થાનકે પહોંચી કોમી એકતાના પ્રતિક હાજીપીર વલીની દરગાહે સલામ ભરી દુઆએ ગુજરીસ કરી હતી. આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત કચ્છ આવેલા ઓવૈસી સાથે કચ્છના મુસ્લિમ અગ્રણીઓ સાથે રહ્યા હતા. આ વેળાએ તેમને સ્થાનિક લોકો દ્વારા બાબા હાજીપીર સ્થાનકની પ્રતિકૃતિ ભેટ સ્વરૂપ આપવામાં આવી હતી.
વિધાનસભા ચૂંટણીમાં તેમના પક્ષ વતી ઉમેદવારો ઉતારશે
AIMIM પક્ષના વડા ઓવૈસીએ ગઈકાલે ભુજ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં તેમના પક્ષ વતી ઉમેદવાર ઉતરવાની વાત કરી હતી, અને કચ્છની જનતા ભરોસો મૂકે એવી અપીલ પણ કરી હતી, તેમણે કચ્છની સમસ્યા વિશે સમાધાન લાવવાની વાત સાથે કચ્છ આવતો રહીશ તેમ પણ જણાવ્યું હતું. આજે હાજીપીર દરગાહ ખાતે પહોંચેલા ઓવૈસી સાથે હાજીપીર દરગાહના મુંજાવર અબ્દુલ લતીફ ભચાયા, હાજી દાઉદ મુંજાવર, નૂરમામદ સુલેમાન મુંજાવર અબ્બાસ ઓસમાણ મુંજાવર વગેરે હાજર રહ્યા હતા.ૉ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.