• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • As Soon As The Name Of The Candidate Was Announced For The Rapar Seat, Mahant Devanath Bapu Resigned From The BJP Expressing Displeasure.

ટિકિટ ફાળવણીને લઈ અસંતોષ:રાપર બેઠક પર ઉમેદવારનું નામ જાહેર થતા જ મહંત દેવનાથ બાપુએ નરાજગી દર્શાવી ભાજપમાંથી રાજીનામું આપ્યું

કચ્છ (ભુજ )24 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યની આગામી વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેરવાર જાહેર કરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. તેમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રાજકીય પક્ષોના સક્રિય કાર્યકરો દ્વારા ટિકિટ ફાળવણીને લઈ નારાજગીનો સૂર ઉઠી રહ્યો છે. જેમાં આજે સવારે ભાજપ દ્વારા કચ્છ જિલ્લાની છ બેઠકના ઉમેદવારોના નામની જાહેરાત સોશિયલ મીડિયા પર ફરતી થવાની સાથે વાગડ વિસ્તારના અગ્રણી અને ભરૂડિયા એકલધામ મહંત દેવનાથ બાપુએ રાપર બેઠકને લઈ પોતાની નારાજગી જાહેર કરી હતી અને ભાજપ પ્રદેશ પ્રમુખને પોતાનું ડિજિટલ રાજીનામું મોકલી આપ્યું હતું.
પાર્ટીએ ટિકિટ વિતરણમાં એક તરફી નિર્ણય લીધોઃ મહંત દેવનાથ બાપુ
ભચાઉ તાલુકાના ભરૂડિયા નજીક રણકાંધીએ આવેલા યાત્રાધામ એકલધામના મહંત દેવનાથ બાપુએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, છેલ્લાં 20 વર્ષથી ભાજપ પક્ષમાં રહી સક્રિય કાર્યકર્તા તરીકે સેવા આપી છે. જ્યારે રાપર બેઠક માટે દાવેદારી નોંધાવી હતી, પરંતુ આ બેઠક પર અન્ય નામ જાહેર થતા પક્ષના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને રાજીનામું મોકલી આપ્યું છે. તેમાં વર્ષો સુધી મૂકસેવક તરીકે સેવારત રહ્યા બાદ પણ પાર્ટીએ કોઈ નોંધ ના લઈ ટિકિટ વિતરણમાં એક તરફી નિર્ણય લીધો હોઈ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપું છું.
​​​​​​​​​​​​​​કોંગ્રેસ અને આપમાં પણ ટિકિટ ફાળવણીને લઈ કાર્યકરોમાં અસંતોષ
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ દ્વારા ભુજ બેઠકના ઉમેદવાર જાહેર થયા બાદ નગર સેવક અને વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ નારાજગી સાથે પક્ષના અધ્યક્ષને રાજીનામું મોકલી આપતા કોંગ્રેસના 3 નગર સેવક સહિત 18 પદાધિકારીઓ પણ સમર્થનમાં રાજીનામું ધરી દીધું હતું. તો ગઈકાલે ગાંધીધામ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ભરત સોલંકી સામે નારાજગી દર્શાવી મહેશ્વરી સમાજના 18 જેટલા પક્ષના હોદ્દેદારોએ પણ પોતાની નારાજગી જાહેર કરી હતી. આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર્તાઓ દ્વારા પણ ગાંધીધામ બેઠકના ઉમેદવાર સામે નારાજગી દર્શાવી રાજીનામું આપ્યું હતું. આમ એક બાદ એક રાજકીય પક્ષોમાં ટિકિટ ફાળવણીને લઈ કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...