ભુજ લોહાણા મહાજન દ્વારા ઇષ્ટદેવ દરિયાલાલની આગામી તાં.23 ના યોજાનાર 850મી જન્મ જયતિના ઉપલક્ષમાં આજે ભૂજ શહેરમાં એકજ ડ્રેસકોડ સાથે વિશાળ બાઈક રેલી યોજાઈ હતી. જેમાં અંદાજિત 2500 જેટલી બાઈક ઉપર 4 થી 5 હજાર જેટલા લોહાણા સમાજના જ્ઞાતિજનો હર્ષોલ્લાસ પૂર્વક સામેલ થયા હતા. આ બાઈક રેલીનું રવાડી ફળિયા સ્થિત જલારામ મંદિરથી પ્રસ્થાન પામી આશાપુરા રિંગરોડથી, રંઘુવંશી ચોકડી, પ્રમુખસ્વામી નગર, જ્યુબિલી સર્કલ, હોસ્પિટલ રોડ સહિતના મુખ્ય માર્ગો પર ફરીને દરિયસ્થાન મંદિરે સમાપન થયું હતું. જ્ઞાતિજનો માટે ઉમેદ નગર કોલોની,રઘુવંશી નગર રાવલવાડી અને પ્રમુખ સ્વામિ નગર ખાતે ઠંડપીણાંની વ્યવસ્થા કરવામાં આવી હતી.
લોહાણા સમાજના ઇષ્ટદેવ દરિયાલાલ દેવની જન્મ જયતિ પ્રસંગે ભુજમાં મહાજન દ્વારા દર વર્ષે આગોતરી બાઈક રેલીનું ભક્તિ ભાવ પૂર્વક આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આ વખતે પણ ભુજ અને આસપાસના જ્ઞાતિજનો સફેદ શર્ટ-ટિશર્ટ અને બ્લુ કલરની પેન્ટમાં એકજ ડ્રેસ કોડ સાથે બાઈક રેલીમાં સામેલ થયા હતા. આયોજન વ્યવસ્થા મહાજન પ્રમુખ મુકેશ ચંદે, ઉપ પ્રમુખ ઘનશ્યામ ઠકકર, મંત્રી હિતેશ ઠકકર, ખજાનચી મૂળરાજ ઠકકર, સંજય ઠકકર, ભુજ લોહાણા યુવક મંડળના પ્રમુખ જીગર કોટક, મહિલા મંડળના પ્રમુખ જ્યોતિબેન કોઠારી, અ. ગુજરાત લોહાણા યુવા સમિતિના જયેશ સચદે સોસીયલ ગ્રુપના હરેશ તન્ના અને રઘુવંશી એકતા મંચના વીરેન ઠકકર વગેરે દ્વારા સાંભળવામાં આવી હતી. રાત્રે 8 વાગ્યે દરિયસ્થાન મંદિર ખાતે મહા આરતી યોજાયા બાદ ભાવિકો માટે પ્રસાદ રાખવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.