સાયકલ યાત્રાનું સ્વાગત:આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જમ્મુથી શરૂ થયેલી BSFની યાત્રા ભચાઉ આવી પહોંચી

કચ્છ (ભુજ )19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 13 ઓક્ટોબરથી જમ્મુના ઓક્ટ્રાઈ બીઓપીથી ભુજ સુધી જવાનોએ સાયકલ યાત્રા યોજી

ભારતીય સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ નિમિત્તે, બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) દ્વારા રાષ્ટ્રીય એકતા અંગે જાગૃતિ લાવવા માટે એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જે 13 ઓક્ટોબર, 2022થી જમ્મુના ઓક્ટ્રાઈ બીઓપીથી શરૂ થઈ હતી અને કુલ 2112 કિલોમીટરનું અંતર કાપશે. જે તા. 13 નવેમ્બર 2022 ના રોજ BSF, ભુજ (ગુજરાત) ના પ્રાદેશિક મુખ્યાલય પહોંચી પ્રવાસ પૂર્ણ કરશે. આ રેલીમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના કુલ 18 સાયકલ સવારો ભાગ લઈ રહ્યા છે. આ રેલી જમ્મુથી શરૂ થઈને પંજાબ, રાજસ્થાન અને ગુજરાત રાજ્યોના સરહદી વિસ્તારો થઈને ભુજ પહોંચશે. રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં દેશભક્તિની ભાવના જગાવવાનો, આરોગ્ય અને સ્વચ્છ ભારત પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. આ ઉપરાંત રાષ્ટ્ર સેવા માટે યુવાનોને આર્મી અને પોલીસ ફોર્સમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવાના છે. એવા ઉમદા હેતુ સાથેની સાયકલ યાત્રા આજે કચ્છના પ્રવેશદ્વાર સામ ખીયાળી અને ભચાઉમાં પહોંચી આવતા ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

13 ઓક્ટોબરથી જમ્મુના ઓક્ટ્રાઈ બીઓપીથી ભુજ સુધી જવાનોએ સાયકલ યાત્રા યોજી
આજે 12મી નવેમ્બરે સાયકલ રેલી રાપરથી નીકળી ચિત્રોડ, સામખિયાળી, ભચાઉ થઈને ગોધીધામ પહોંચી હતી. આ ઉપરાંત આ સાયકલ રેલી માર્ગમાં જ્યાં પણ પસાર થઈ ત્યાં સ્થાનિક લોકો અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તેનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે BSF કેમ્પ ગાંધીધામ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાંધીધામના મહાનુભાવો અનંત સિંઘ, ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ પ્રાદેશિક મુખ્યાલય ભુજ, સંજય અવિનાશ, કમાન્ડન્ટ અને જી.આર.સિંઘ, કમાન્ડન્ટે ભાગ લીધો હતો. તેની યાત્રાના છેલ્લા સ્ટોપમાં, 13 નવેમ્બર, 2022 ના રોજ ભુજ માટે રવાના થશે, જ્યાં તે કુલ 2112 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરશે.

અન્ય સમાચારો પણ છે...