વેતનની માગ સાથે કામદારોનો વિરોધ:ઉમરસર ખાતે રોજગાર-વેતન વધારાની માગ સાથે શરૂ કરાયેલાં ધરણાં યથાવત, 150 કામદારો ટસથી મસ થવા તૈયાર નહિ

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કામદારોએ લિગ્નાઇટ ખાણ કંપની વિરૂદ્ધ વિવિધ માગ સાથે મંગળવારથી ધરણાં શરૂ કર્યા
  • બહારના વ્યક્તિઓના બદલે સ્થાનિક લોકોને નોકરી આપવાની અને પૂરતા વેતનની માગ
  • ખાણ કંપની જ્યાં સુધી કામદારોની માગ નહીં સ્વીકારે ત્યાં સુધી આ પ્રદર્શન ચાલુ રહેશે

લખપત તાલુકાના ઉમરસર ખાતે આવેલી GMDC હસ્તકની લિગ્નાઇટ ખાણમાં યોગ્ય વેતન અને સ્થાનિક લોકોને રોજગાર આપવાની રજૂઆત સાથે 150 જેટલા કામદારો દ્વારા અચોક્કસ મુદતના ધરણાં પ્રદર્શન છેલ્લા ચાર દિવસથી શરૂ કરવામાં આવ્યા છે. ખાનગી એકમ અને તેના અંદરની પેટા કોન્ટ્રાક્ટ કંપની પાસે સ્થાનિક કામદારોની માગ છે કે બહારના વ્યક્તિઓના બદલે સ્થાનિક લોકોને નોકરી અપાય. તેમજ જે કામ કરી રહ્યા છે એ કામદારોને પૂરતું વેતન આપવામાં આવે. જો કે કંપની તરફથી હજુ સુધી કામદારોની માગ સંતોષવામાં ના આવતાં ધરણાં પ્રદર્શન ચાલુ રહેવા પામ્યું છે.

ધરણાં પ્રદર્શન ચાર દિવસ પછી પણ યથાવત

લખપત તાલુકાના ઉમરસર ગામની બુરાનસાપીરની દરગાહ પાસે સ્થાનિક 150 જેટલા કામદારો દ્વારા GMDC ખાતે આવેલી લિગ્નાઇટ ખાણ ધરાવતી મોન્ટેકાર્લો અને તેની હેઠળ પેટા કોન્ટ્રાક્ટ ધરાવતી ભારદ્વાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની સામે પૂરતા વેતન અને રોજગારી આપવાની માગ સાથે ગત મંગળવારથી ધરણાં પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે. જે આજે શુક્રવારે ચોથા દિવસ સુધી યથાવત રહેવા પામ્યું છે.

સ્થાનિક લોકોને નોકરી પર રાખવાની માગ

કામદારોના લીડરનો આક્ષેપ છે કે સરકારી નિયુમોનુસાર 80 ટકા સ્થાનિક લોકોને નોકરી પર રાખવામાં આવે. પરંતુ આ કંપની આ નિયમનું પાલન કરતી નથી અને બારાતુ વ્યક્તિઓને કામ પર રાખી રહી છે. તેમાં કેટલાય કામદારો પાસે નાગરિકના પૂરતા આધાર પુરાવા પણ નથી તેમ છતાં નોકરી અપાય છે. જે સ્થાનિક લોકો માટે અન્યાય સમાન છે. ખાણ કંપની જ્યાં સુધી કામદારોની માગ નહીં સ્વીકારે ત્યાં સુધી આ પ્રદર્શન ચાલુ રહેશે એવું ભરત ત્રિપાઠીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...