ડોર ટુ ડોર:દિવાળીના ઘર સાફ થતાં નખત્રાણાના ગામોમાં ભંગાર લેનારાઓ ફરે છે ઘરે ઘરે

નાના અંગિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સવારથી સાંજ સુધી હાથલારી, ગધેડાગાડી કે છકડા સાથે નીકળી પડે છે

નખત્રાણા તાલુકામાં દિવાળીના તહેવારોના દિવસોમાં ભંગાર લેનારા વ્યવસાયકારોગામડે ગામડે જઈને શેરીએ શેરી ફરીને ડોર ટુ ડોર જૂની વસ્તુ , રદ્દી થી માંડી ને જુના બંધ પડી ગયેલ વાહનો, ઇલેક્ટ્રોનિક્સ આઈટમોની ખરીદી કરી રહ્યા છે. સામાન્ય રીતે દિવાળીના તહેવારના એકાદ પખવાડિયા અગાઉ મહિલા વર્ગ પોતાના ઘરની સાફ-સફાઈ કરી અને નકામો અને બિનઉપયોગી માલસામાન કાઢીને ભંગાર માં વેચી દે છે ત્યારે નખત્રાણા પંથકમાં લગભગ 30 થી 35 જેટલા ભંગાર લેનારાઓ ડોર ટુ ડોર ફરીને જૂનો માલસામાન અને ભંગાર ખરીદી કરવામાં વ્યસ્ત બની ગયા છે.

નખત્રાણાના ભરત સથવારાએ જણાવ્યું હતું કે જૂના માલસામાનમાં જુના વર્તમાનપત્રો, પૂઠાના બોક્સ, લોખંડની જૂની વસ્તુઓ,પ્લાસ્ટિકની નકામી વસ્તુઓ, જૂના બંધ પડી ગયેલ વાહનો, ટીવી, ફ્રીઝ , સોફા શોકેસ તેમજ અન્ય ભંગાર જૂની વસ્તુઓની પણ ખરીદી કરવામાં આવે છે. હાથ ગાડી, ગધેડા ગાડી,નાના છકડા, છોટા હાથી જેવા સાધનોમાં ગામડે ગામડે જઈને ભંગારની ખરીદી કરવામાં આવે છે. લોકોના ઘરમાંથી બિન ઉપયોગી અને જૂની વસ્તુઓનો નિકાલ થાય છે. અને ભંગાર વેચીને બે પૈસા મેળવે છે, તો ભંગાર લેનારા વ્યવસાયકારો જૂની વસ્તુઓ ખરીદીને નખત્રાણા, ભુજ, રાજકોટ, અમદાવાદ સુધી હોલસેલમાં વેચીને પેટિયું રળી લે છે.

અન્ય સમાચારો પણ છે...