પોલીસે પર્દાફાશ કર્યો:સાંધવ હત્યા પ્રકરણના ત્રણ આરોપીઓની ધરપકડ

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવાનને મોતને ઘાટ ઉતારવાનો મામલો છૂપાવવાની વેતરણ હતી પણ પોલીસે પર્દાફાશ કર્યો

અબડાસા તાલુકાના સાંધવ વાડી વિસ્તારમાં છેડતીની શંકાએ યુવાનની હત્યા કરવામાં આવી હતી. જે કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.જ્યારે મહિલા આરોપી પોલીસ પકડથી દૂર છે.સાંધવ વાડી વિસ્તારમાં રહેતા અંગ્રેજસિંઘ ભજનસિંઘ જાટે કોઠારા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી

કે તેમના સગા ભાઈ જર્નલસિંઘ ભજનસિંઘ જાટની આરોપી લખવીરસિંઘ જગશીરસીંઘ સરદાર,કાશ્મીરસિંઘ જગશીરસિંઘ સરદાર,મહેતાબસિંઘ જગશીરસીંઘ સરદાર અને નવદીપકૌર કશ્મીરસિંઘ સરદારે ઝાડ સાથે બાંધી ઢોરમાર મારી હત્યા નિપજાવી હતી.કોઠારા પીએસઆઇ વાય.પી. જાડેજાએ જણાવ્યું હતું કે આરોપીઓ યુવાનની હત્યા નિપજાવી ફરિયાદીને ધાકધમકી કરી મામલો સંકેલી લેવાની ફિરાકમાં હતા.આ દરમિયાન પોલીસને બનાવની જાણ થતાં હતભાગીનાપરિવારનો સંપર્ક કરી કાયદાની સમજ આપતા આરોપીઓ વિરુદ્ધ તેઓએ હત્યાના ગુનાની ફરિયાદ નોંધાવી હતી.

જેના પગલે કોઠારા પોલીસે આરોપી લખવીરસિંઘ જગશીરસીંઘ સરદાર,કાશ્મીરસિંઘ જગશીરસિંઘ સરદાર અને મહેતાબસિંઘ જગશીરસીંઘ સરદારની ધરપકડ કરી છે.જ્યારે ફરાર મહિલા આરોપી નવદીપ કૌર કશ્મીરસિંઘ સરદારને પકડવા પોલીસે ચક્રો ગતીમાન કર્યા છે.પકડાયેલ ત્રણ આરોપીઓને બનાવ સ્થળ પર ડેમોસ્ટ્રેશન કર્યા બાદ બુધવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...