ભુજના ભીડ નાકા બહાર આત્મારા સર્કલ પાસે 500 રૂપિયાની લેતી દેતી બાદ ઝઘડો થતાં છરીના ઘા મારી યુવાનની હત્યા કરવાના મામલામાં બી ડીવિઝન પોલીસે દાદુપીર રોડ પર રહેતા આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ બનાવ બુધવારે રાત્રીના સાડા નવ વાગ્યાના અરસામાં આત્મારામ સર્કલ નજીક ટીવીએસના શોરૂમ પાસે બન્યો હતો.
રામનગરી ખાતે રહેતા મરણ જનાર પ્રકાસપુરી ભગવાનપુરી ગોસ્વામી (ઉ.વ.30) દાદુપીર રોડ પર રહેતા આરોપી જુસબ સીધીક ગગડાને રૂપિયા દેવા ગયો હતો. ત્યારે 500 રૂપિયા ઓછો આપતાં બન્ને વચ્ચે બાલા ચાલી થઇ હતી. બાદમાં મૃતક પ્રકાસપુરી પરત જતો હતો. ત્યારે આરોપી જુસબે પ્રકાસની પાછળ આવી કમરના ભાગે છરીના ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી.
ઘાયલને સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં જ્યાં સારવાર દરમિયાન મોડી રાત્રીના પ્રકાસપુરીનું મૃત્યું થયું હતું. બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં જામકુનરીયાના ધનગીરી પ્રાણગીરી ગોસ્વામી આરોપી જુસબ સીધીક ગગડા વિરૂધ હત્યાની કલમ તળે ગુનો નોંધાવ્યો હતો.
આ અંગે બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ ટી.એચ.પટેલને પુછતાં તેમણે જણાવ્યું હતું કે, હત્યા કરી નાસી ગયેલા આરોપી જુસબ સીધીક ગગડાની અટકાયત કરી લીધી છે. હાલ તેની પુછતાછ ચાલુ હોઇ તેણે રૂપિયાની લેતી દેતી બાબતે કે કોઇ અન્ય કારણે હત્યા કરી છે. તે સહિતની વિગતો જાણવા તપાસ ચાલુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.