કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ખાણ ખનિજ રોયલ્ટી પાસની કામગીરી પેપરલેસ કરી, લોકોને રોયલ્ટી પાસ સાદા અેસઅેમઅેસથી ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા મુખ્યમંત્રીને રજૂઅાત કરાઇ છે. કચ્છ બેન્ટોનાઇટ વેલ્ફેર અેસોસિયેશન પ્રમુખ લક્ષ્મીકાંત પી. કારાણીઅે મુખ્યમંત્રીને રજૂઅાત કરી જણાવ્યું છે કે, સરકારે દરેક સરકારી અરજી પેપરલેસ અેટલે કે, અોનલાઇન કરવાનો નિર્ણય લીધો છે પરંતુ હાલે કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં અોનલાઇન રોયલ્ટી કાઢવા માટે રોયલ્ટી પેપર ખનિજ વિભાગમાંથી મેળવવાનું હોય છે, જેનો અેક પેપર દીઠ અાશરે રૂપિયા 5 જેવો ખર્ચ થાય છે.
વધુમાં રોયલ્ટી કાઢવા માટે ઇન્ટરનેટની ફરજિયાત જરૂરત રહે છે. જો કે, મોટાભાગે લીઝ વિસ્તારની અાસપાસ વીજ કનેક્શનની સમસ્યા કે, નેટવર્ક સમસ્યાના કારણે ખાણ માલિકોને મુશ્કેલી પડે છે. અા સમસ્યાના નિવારણ માટે ખાણ ખનિજ વિભાગને સાદા અેસઅેમઅેસથી અોનલાઇન રોયલ્ટી ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા ગોઠવાય તો ખુબ જ ઉપયોગી નીવડે તેમ છે.
રોયલ્ટી પાસની કામગીરી પેપરલેસ થાય તો પેપરની બચત થવાથી પર્યાવરણ અને દર રોયલ્ટી પેપર દીઠ થતો ખર્ચ પણ બચાવી શકાય તેમ છે. વીજ કનેક્શન અને નેટવર્ક ધાંધિયાથી છાશવારે ગાડી માલિકોનો કિંમતી સમય વેડફાય છે, જેથી રોયલ્ટી પાસની કામગીરી પેપરલેસ કરવા માંગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.