ફૂટ પેટ્રોલિંગ:વાગડના સામખિયાળીમાં હથિયારબંધ આર્મી અને પોલીસના જવાનોએ ફૂટ માર્ચ યોજી

કચ્છ (ભુજ )એક મહિનો પહેલા
  • કૉપી લિંક

વાગડ વિસ્તારના જંકશન મથક સામખીયાળીના માર્ગો પર આજે શનિવારે સવારે હથિયાર બંધ આર્મીના જવાનો સાથે પોલીસ સ્ટાફે કદમતાલ મિલાવી ફૂટ માર્ચ યોજી હતી. રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત કચ્છના પ્રવેશદ્વાર સમાં સામખીયાળી ગામથી પોલીસના માર્ગદર્શન હેઠળ જવાનોએ ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. ચૂંટણી પ્રક્રિયાની લોકશાહી ઢબે શાંતિપૂર્ણ રીતે અમલવારી થાય તેવા હેતુસર સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા કાયદાના રક્ષકોની માર્ચ યોજી સાંકેતિક અંદેશો આપ્યો હતો. ગ્રામજનોએ પણ સલામતી તંત્રના જવાનોને શિસ્તભેર આદર આપ્યો હતો.

સામખીયાળી પોલીસ મથકના પીએસઆઇ વાય. કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ સિમાં સુરક્ષા દળ (BSF)ના 40 હથિયારધારી જવાનોએ પોલીસ સ્ટાફ સાથે એસટી રોડ , જુના બસ સ્ટેન્ડ અને ગામના જંગી રોડ સહિતના માર્ગો પર ફરી કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આ પ્રકારની માર્ચ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ ખાસ વિધાનસભાની ચૂંટણી પહેલા યોજાતી રહેશે. જેની શરૂઆત કચ્છના પ્રવેશદ્વાર સમાં સામખીયાળી ગામથી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...