આદેશ:પશ્ચિમ કચ્છમાં LCB-SOG સાથે 7 નવા પોલીસ ઇન્સ્પેક્ટરની નિમણૂક

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તો, જિલ્લાના પોલીસ મથકના ત્રણ સબ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરાઇ

પશ્ચિમ કચ્છ જિલ્લાના પોલીસ દળમાં એલસીબી અને એસઓજી શાખામાં લાંબા સમયથી ખાલી પડેલી પીઆઇની જગ્યાઓ પર જિલ્લા બહારથી અધિકારીઓને નિમણુક અપાઇ છે. સાથે જિલ્લાના પોલીસ મથકના ત્રણ સબ ઇન્સ્પેકટરોની આંતરીક બદલીના ઓર્ડરો કરાયા છે.પશ્ચિમ કચ્છમાં જિલ્લા બહારથી જેઓને નિમણુક અપાઇ છે. તેવા પોલીસ ઇન્સ્પેકટરોમાં એટીએસમાં ફરજ બજાવતા વી.વી. ભોલાને ભુજ જેઆઈસી સાથે ભુજ એસઓજીનો વધારાનો ચાર્જ અપાયો છે.

તો, આણંદના કે.એસ. ચૌધરીને ભુજ સીપીઆઇ ઉપરાંત મહિલા પોલીસ સ્ટેશનનો વધારાનો ચાર્જ તથા વડોદરા ગ્રામ્ય પોસ્ટેના એચ.એમ. વાઘેલાને નલિયા સીપીઆઇ ઉપરાંત નખત્રાણા સીપીઆઇ તરીકેનો વધારાનો ચાર્જ સોંપાયો છે. જામનગરના કે.સી.વાઘેલાને ભુજ શહેર બી ડિવિજન તો, ગીર સોમનાથના એસ.એન. ચુડાસમાને ભુજ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ ઉપરાંત એલસીબી ભુજનો વધારાનો ચાર્જ અપાયો છે. જ્યારે વડોદરા ગ્રામ્ય પોસ્ટેના એ.જી. પરમારને માધાપ૨ અને એટીએસમાં ફરજ બજાવતા આર.જે. ઠુમરને નખત્રાણામાં પીઆઇ તરીકે નિમણૂક અપાઈ છે.

તો, જેઆઇસીમાં ફરજ બજાવતા કે.બી.વિહોલને માધાપર પોસ્ટમાં વધારાનો ચાર્જમાંથી મુક્તિ મળી છે. સાથે સાથે પશ્ચિમ કચ્છના પીએસઆઈ એ.એમ. ગેલોતની દયાપરથી ભુજ બી ડિવિઝન, જખૌ પોલીસ મથકના પીએસઆઈ એમ.એચ. પટેલની જિલ્લા ટ્રાફિક શાખા અને લીવ રીઝર્વમાં રહેલાં પીએસઆઈ આર.સી. ગોહિલની દયાપર ખાતે બદલી કરાઈ છે. ગોહિલને નારાયણ સરોવર પોલીસ મથકનો વધારાનો ચાર્જ સોંપાયો છે. નલિયાના પીએસઆઈ વી.આર. ઉલવાને જખૌ પોલીસ મથકનો વધારાનો ચાર્જ સોંપાયો છે.

અન્ય સમાચારો પણ છે...